Western Times News

Gujarati News

ગુજરાતના ૭ શિક્ષકોને “રાષ્ટ્રીય શિક્ષક ગૌરવ”એવોર્ડઃ ધનસુરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાને એવોર્ડ એનાયત

(પ્રતિનિધિ)બાયડ, ઉત્તરપ્રદેશના મુજફ્‌ફરનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક નવાચાર સંમેલન અને શિક્ષક સન્માન સમારોહ – ૨૦૨૦ “નવોન્મેષ”નું “મંથન” એક નૂતન પ્રયાસ અને સંતોષ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાંથી સર્વશ્રેષ્ઠ શિક્ષકોની તેમની શાળાકીય પ્રવૃત્તિઓ, શાળા અને બાળકો માટે કરેલ વિશિષ્ટ કામગીરી, શિક્ષણમાં કરેલ નવતર પ્રયોગ, શાળાને અપાવેલ વિશિષ્ટ સન્માન, શિક્ષકશ્રી તરીકે મેળવેલ વિશિષ્ટ સન્માનને ધ્યાનમાં રાખીને “ નવોન્મેષ”એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી ૭ “રાષ્ટ્રીય શિક્ષક ગૌરવ” એવોર્ડ રવિવારે એનાયત કરવામાં આવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કેનપુર કંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના બેન પટેલ ને કેન્દ્રીય મંત્રી મનોજ શર્માના હસ્તે “રાષ્ટ્રીય શિક્ષક ગૌરવ” એવોર્ડ એનાયત કરવામાં આવતા જીલ્લાના શિક્ષક આલમમાં આનંદ છવાયો હતો. કેનપુર કંપાની પ્રાથમિક શાળામાં ભાવનાબેન પટેલ તેમના વર્ગખંડમાં પ્રવેશ મેળવતા બાળકો આવકારવાની વર્ગખંડના બ્લેકબોર્ડ પર વિવિધ દોરેલી કૃતિને સ્પર્શ કરી બાળકો તેમની સાથે લાગણીની વ્યક્ત કરવાનો નવતર પ્રયોગ હાથધરાતા તેમના આ પ્રયોગની શિક્ષણ જગતમાં ભારે આવકાર મળ્યો હતો તદઉપરાંત શાળામાં તેમના સ્ટાફ સાથે બાળકોને ભાર વગરનું ભણતર અને સતત બાળકો ને અભ્યાસમાં અભિરુચિ જાગે તેવા શૈક્ષણિક કર્યો થી શાળામાં બાળકોની હાજરી અને સંખ્યામાં વધારો થયો હતો તેમની બાળકોને વર્ગખંડમાં વિશિષ્ઠ રીતે આવકારવાનો અભિગમને ગ્રામજજોએ અને શિક્ષણવિદોએ સરાહના કરી હતી.

જેના પગલે તેમને રવિવારે ઉત્તરપ્રદેશના મુજફ્‌ફરનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક નવાચાર સંમેલન અને શિક્ષક સન્માન સમારોહ – ૨૦૨૦ “નવોન્મેષ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડથી ગુજરાત રાજ્યમાંથી ડીસા તાલુકાની ૧)ગોગાઢાણી પ્રાથમિક શાળાના શૈલેષ કુમાર નરસિંહભાઈ પ્રજાપતિ, ૨)સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકી ,૩) ગોધરા તાલુકાની પોપટપરા પ્રાથમિકના તેજલબેન પારેખ,૪) પડધરી પ્રાથમિક શાળાના ગૌતમચંદ્ર જયસુખલાલ ઇન્દ્રોડીયા, ૫) ધરમપુર પ્રાથમિક શાળા – તા. પડધરીના પૂજાબેન પૈંજા, ૬) કાલોલ તાલુકાની સલીયાવ પ્રાથમિક શાળાના હિતેશકુમાર કોદરલાલ શર્મા ને સન્માનિત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.