Western Times News

Gujarati News

ડાંગમાં જિલ્લા કક્ષાની નેશનલ રુરલ IT ક્વીઝ સ્પર્ધા યોજાશે

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: કર્ણાટક સરકારના IT, BT વિભાગ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગ અંતર્ગત, ગુજરાત કાઉંસિલ ઓન સાયંસ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા પ્રેરીત, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્ર દ્વારા, આહવા ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય આધારીત જિલ્લા કક્ષાની રુરલ આઇ. ટી, ક્વીઝનું આયોજન, આગામી તારીખ  ૨૮/૮/૨૦૨૪ ને બુધવારના રોજ, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર આહવા ખાતે કરવામાં આવ્યુ છે. 

જેમાં પ્રથમ તબક્કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે ૧૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- અને રનર અપ ને રૂ. ૭,૦૦૦/- રોકડ ઇનામ આપવામાં આવશે, અને રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી કરવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ  વિજેતાને રૂ. ૧,૦૦,૦૦૦/- અને રનર અપ ને રુ. ૫૦,૦૦૦/- રોકડ ઇનામ આપવામાં આવશે. 

ડાંગમા યોજાનાર જિલ્લા કક્ષા નેશનલ રુરલ આઇ.ટી ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવાનું આહવાન કરવામા આવ્યું છે. આ અંગેની વધુ વિગત માટે સાયન્સ કોમ્યુનિકેટર શ્રી સંજયભાઇ બાગુલનો સંપર્ક ૯૨૬૫૮૧૩૭૯૨ સાધવા, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ડાંગમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયંસ સેમિનાર યોજાશે :

ગુજરાત સરકારના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગ અંતર્ગત ગુજરાત કાઉંસિલ ઓન સાયંસ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા પ્રેરીત, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્ર દ્વારા, આહવા ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે, “આર્ટીફિશિયલ ઇંટેલીજેંસ : સંભાવના અને ચિંતાઓ” વિષય આધારીત આગામી તારીખ ૨૭/૮/૨૦૨૪ ને મંગળવારના રોજ, એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 

પ્રથમ તબક્કે જિલ્લા કક્ષાના આ સેમિનારમાં રાજ્ય કક્ષાના સેમિનાર માટે બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. બીજા તબક્કામાં ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. 

ડાંગમા યોજાનાર જિલ્લા કક્ષાના નેશનલ સાયંસ સેમિનારમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યુ છે. તથા આ અંગેની વધુ વિગતો માટે, સાયન્સ કોમ્યુનિકેટર શ્રી સંજયભાઇ બાગુલનો સંપર્ક ૯૨૬૫૮૧૩૭૯૨ સાધવા, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.