લોકોની આઝાદીની સુરક્ષા કરતા અને “ન્યાયધર્મ”ની રક્ષા કરતા ન્યાયાધીશોએ હાઈકોર્ટમાં આઝાદીનો પર્વ લોકો વચ્ચે મુકત મને માણ્યો !!
“ગુજરાત હાઈકોર્ટ ખાતે વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશોની સૂચક હાજરી” !!
તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બીરેનભાઈ વૈષ્ણવ, જસ્ટીસ શ્રી વૈભવીબેન નાણાંવટી, પૂર્વ જસ્ટીસ શ્રી પ્રદીપભાઈ પી. ભટ્ટ, પૂર્વ જસ્ટીસ શ્રી કલ્પેશભાઈ ઝવેરી, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત ગુજરાત હાઈકોર્ટના અનેક ન્યાયમૂર્તિશ્રીઓ તથા પૂર્વ ન્યાયાધીશશ્રીઓ તથા ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય શ્રી પરેશભાઈ જાની,
હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી બ્રીજેશભાઈ ત્રિવેદી સહિત હાઈકોર્ટ બારના અનેક અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં ! પૂર્વ પ્રમુખ શ્રી યતિનભાઈ ઓઝા તથા હાઈકોર્ટ બારના પૂર્વ કારોબારી સભ્ય શ્રી ભુનેશભાઈ રૂપેરા સહિત મોટી સંખ્યામાં મહિલા ધારાશાસ્ત્રીઓની હાજરી ધ્યાન ખેંચતી હતી !
મહત્વની બાબત એ હતી કે, દેશના નેતાઓ આવા કાર્યક્રમમાં જાય ત્યારે તેમને ‘ઝેડ પ્લસ’ સુરક્ષાની જરૂર પડે છે ! પરંતુ ન્યાયાધીશો તો ‘ન્યાયધર્મ’ના પુરસ્કર્તા અને રખેવાળો છે તેમણે તો લોકો વચ્ચે પોલીસની સુરક્ષા વગર પ્રજા વચ્ચે સમારોહ માણ્યો હતો !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે અદ્દભૂત કહ્યું છે કે, ‘રાજય જીવન કે સ્વતંત્રતા નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું, કોઈપણ સભ્યપ્રદેશ વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે’!! આ ઉમદા શબ્દો તેમણે ‘વ્યક્તિગત ગુપ્તતાના અધિકારને બંધારણીય અધિકાર ઠરાવતી ૯ ન્યાયાધીશોની બેન્ચે આપેલા ચૂકાદા દરમ્યાન કહ્યું હતું’!!
જયારે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું હતું કે, ‘મુક્તિની ચાહમાં થીજી ગયેલા સમૃધ્ધ રાષ્ટ્ર કરતા આવી માનસિકતાથી મુકત ગરીબ દેશમાં રહેવું મને કબુલ છે’!! માનવ જગતની આઝાદીનું મૂલ્ય કેટલું મહત્વનું છે એ વાત આ મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓએ કરી છે ! અને માટે આપણાં દેશ માટે એ ગૌરવની વાત છે કે, આઝાદીની લડત દરમ્યાન આપણને ‘આઝાદી’ સાથે સમાધાન કરનારા નહીં પણ આઝાદી ! લોકશાહી !
વ્યક્તિ સ્વાતંત્ર્યતાના વિચાર ધારાને અનુસરનારા માનવીઓ મળ્યાં ! મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ ! આઝાદી પછીની આજની પરિસ્થિતિમાં નેતાઓ કરતા દેશના સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિડર ન્યાયતંત્રની ભૂમિકા મહત્વની રહી છે ! ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના વરદ્દહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો
જેમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોએ વિવિધ અદાલતોના વકીલોએ અને આમ જનતાએ પણ ભાગ લીધો જે દર્શાવે છે કે, ગુજરાતનું ન્યાયતંત્ર ‘પ્રજાની આઝાદી અને સુરક્ષા માટે અડીખમ બનીને ઉભું છે’!!