આઝાદ ભારતમાં સૌથી વધુ સુરક્ષીત ન્યાયાધીશો અને વકીલો કેમ છે ?!
ગુજરાત હાઈકોર્ટ ખાતે ધ્વજવંદન સમારોહ “સંપૂર્ણ આઝાદી” સાથે ઉજવાયો જયાં પોલીસ દળ ઓછું હતું ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટમાં યોજાયેલ ધ્વજવંદન સમારોહની છે ! જયાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસશ્રીઓ, વકીલો અને આમ જનતાએ કોઈ જાતના આંતકી હુમલાના ભય વગર ને નજીકથી ધ્વજવંદન સમારોહ માણ્યો ! “કર્તવ્ય ધર્મ” અદા કરનાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો ભયમુકત છે ! અને પ્રજા વચ્ચે છે ! વકીલો પણ ભયમુકત છે ! અને ૭૮ મો આઝાદી પર્વ મનાવી રહ્યા છે !
કોર્ટ સ્ટાફ અને કોર્ટ પરિવારના સભ્યો ગુજરાત હાઈકોર્ટના પટાગણમાં આઝાદી પર્વ પુરી આઝાદીના માહોલ વચ્ચે ઉજવી રહ્યા છે ! કયાંય પોલીસની કનડગત નથી ! જે બધાં રાજકીય નેતાઓ પણ પ્રમાણિક નિર્ણયો લે તો તેમને પણ ઝેડપ્લસ સુરક્ષાની જરૂર ન પડે અને દેશના લશ્કરી જવાનોની જેમ દેશ માટે પ્રાણ સમર્પિત કરતા થઈ જશે ! નેતાઓના “મન” માંથી પણ ભય દુર થઈ જશે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, ‘અપરાધી ભાગી છુટે એના કરતા વધુ ખતરનાક તો એ છે કે, ‘યોગ્ય’ કાયદાના ઘડતર વિના તેને સજા કરવી’!! અમેરિકાના કાયદાશાસ્ત્રી અને અમેરિકાના ૧૪ માં મુખ્ય ન્યાયાધીશ અલ વોરને અદ્દભૂત કહ્યું છે કે, ‘સભ્ય સમાજમાં કાયયદા નૈતિકતાના સાગરમાં તરતો હોવો જોઈએ’!! દેશમાં અને ગુજરાતમાં ન્યાયક્ષેત્રને દિવો કરીને ‘સત્ય’ બતાવવાનું કામ કાયદા શાસ્ત્રીઓનું પણ છે !
ત્યારે ન્યાયાધીશો ‘સત્ય’ સુધી પહોંચી શકે છે ! વકીલો જેટલા જ્ઞાની અને સતર્ક દલીલો રજૂ કરવામાં સક્ષમ અને નિડર તેટલા ‘ન્યાયધર્મ’ પારદર્શકતા માટે વકીલોએ જાહેર જીવનમાં ભલે પડે પણ રાજકારણથી દુર રહેવું જોઈએ ! કારણ કે ન્યાયાધીશો અને વકીલોની લાચારી ‘આઝાદી’ ને ભારે નુકશાન પહોંચાડી શકે છે !!