લઘુમતિ સંસ્થાઓના અધિકાર પર આજે સુપ્રીમ કોર્ટનો ફેંસલો
મદરેસા સહિત અન્ય સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકના હકો આંચકી સરકાર પોતાના હાથમાં લઇ શકે છે કે કેમ?
નવીદિલ્હી, લઘુમતિ સંસ્થાઓના અધિકારોના મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટ આવતીકાલે મહત્વપૂર્ણ ચુકાદો આપનાર છે જેના ઉપર તમામની નજર રહેશે. સરકાર લઘુમતિ સમુદાયની સ્થિતિને સુધારવાના હેતુથી કાનૂન બનાવીને મદરેસા સહિત અન્ય લઘુમતિ સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકના અધિકાર આંચકીને પોતાના હાથમાં લઇ શકે છે કે કેમ તેને લઇને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપનાર છે. સુપ્રીમ કોર્ટના જÂસ્ટસ અરુણ મિશ્રા અને જસ્ટિસ યુયુ લલિતની બનેલી બેંચે પશ્ચિમ બંગાળ મદરેસા સર્વિસ કમિશન એક્ટ ૨૦૦૮ની બંધારણીય કાયદેસરતાને ધ્યાનમાં લઇને ચુકાદો આપશે. આ કાનૂનમાં કહેવામાં આવ્યું છે કે, મદરેસામાં શિક્ષકોની નિમણૂંકના અધિકાર પંચ પાસે રહેલા છે.
કાનૂન મૂજબ પંચની રચના કરવામાં આવી છે. આમા સેક્શન આઠ કહે છે કે, કોઇપણ બીજા પ્રભાવી કાનૂન, રિવાજ અથવા પરંપરામાં કોઇપણ વસ્તુની હાજરી હોવા છતાં પંચની આ ફરજ રહેશે કે તે શિક્ષકોની નિમણૂંક પર યોગ્ય નિર્ણય કરે. લઘુમતિ સંસ્થાઓના ફંડિંગ કરનાર સરકારને ભરતી માટે દિશા નિર્દેશ નક્કી કરવાના સૂચન આપવાના અધિકાર છે. જા કે, સરકારોએ હજુ સુધી પોતાના સ્તરથી કોઇપણ પ્રકારની ભરતીઓ કરી નથી.
જુદી જુદી મદરેસાઓની સમિતિઓ દ્વારા આ સંબંધમાં કોલકાતા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ૨૦૦૮ના કાનૂનને ઠેરવીને કેટલીક વાત કરવામાં આવી હતી અને ગેરબંધારણીય ગણાવીને દલીલો અપાઈ હતી. ૨૦૦૮ના કાનૂન હેઠળ નિમણૂંક પામેલા શિક્ષકો દ્વારા હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી સ્વિકાર કરીને શિક્ષકોને વચગાળાની રાહત આપી હતી.