૧ર થી ૧૮ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી ઉંઝામાં ધજા મહોત્સવનું આયોજન
ઊંઝા મા ઉમિયા પ્રાગટ્યવર્ષ નિમિત્તે ધજા મહોત્સવ ઉજવવા ઉછામણી
ઉંઝા, જગત જનની મા ઉમિયાના ઐતિહાસિક નીજ મંદિરમાં મા ઉમિયાના પ્રાગટ્યના ૧૮૬૮ વર્ષની ઉજવણી અર્થે મા ઉમિયા ધજા મહોત્સવનું તા.૧ર થી ૧૮ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી આયોજન કરાયું છે. જેને લઈ આજે ઉમિયા માતાજી મંદિર સંકુલ ખાતે ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો.
જેને લઈ આજે ઉમિયા માતાજી મંદિર સંકુલ ખાતે ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો. મા ઉમિયા ધજા મહોત્સવને લઈ યોજાયેલા વિજય ધ્વજ, મુખ્ય શિખર ઉમા ધ્વજ, શિખરની ચાર દિશાની ધજા, રંગમંડપ ધજા, ચાર વેદની ધજા તેમજ ઉમા ઉમેશ્વર ધ્વજની ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો.
આ ઉછામણીમાં શિખર ધજાના યજમાન ૧૮,૬૮,૧૧૧ નીરવભાઈ જગજીવનભાઈ પટેલ, વિજય ધ્વજના યજમાન પ૧,૧૧,૧૧૧ બાબુભાઈ કે. પટેલ ખોરજ જય સોમનાથ પરિવાર, પશ્ચિમ વરુણ ધ્વજ ૭,૭૭,૭૭૭ સતીશકુમાર ગોવિંદભાઈ પટેલ ઉંઝા, દક્ષિણ દિશા ધર્મરાજ ધ્વજ ૭,૭૭,૭૭૭ પટેલ વિપુલ કુમાર રમેશભાઈ લીંચ, પૂર્વ દિશા ઈન્દ્ર ધ્વજ ૧૦,૧૧,૧૧૧ દિનેશભાઈ અમથારામ પટેલ પૂર્વે ચેરમેન ઉંઝા એપીએમસી,
દક્ષિણ યજુર્વેદ ૭,૧૧,૧૧૧ સન સિલિયમ ઈન્ડસ્ટ્રીઝ પરિવાર હસ્તે દિલીપભાઈ, પૂર્વે ઋગ્વેદ ધ્વજ ૭,૧૧,૧૧૧ પટેલ શારદાબેન રમેશભાઈ પુનાવાલા ઉંઝા, ઉત્તર અથર્વદ ૬,૧૧,૧૧૧ ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ વરમોરા, પશ્ચિમ શામવેદ ધ્વજ પ,પપ,પપપ ડો માધુભાઈ મંગળદાસ પટેલ, ઉત્તર દિશા કુબેર ધ્વજ ૧ર,રપ,પપપ પટેલ બાબુભાઈ જમનાદાસ પટેલ બીજેપી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ધર્મ ધજા મહોત્સવ ચેરમેન બાબુભાઈ પટેલ ખોરજ, મંત્રી દિલીપભાઈ નેતાજી સહિત હોદ્દેદારો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.