Western Times News

Gujarati News

વૈજ્ઞાનિકોએ ‘ચંદ્રયાન-૩ મિશન’ની  સફળતા તેમજ વિવિધ જળ સ્રોતમાં સેટેલાઈટની ભૂમિકા અંગે અનુભવો શેર કર્યા 

નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં જળ સંપત્તિ સચિવ  શ્રી કે. બી. રાબડીયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ‘ યોજાયો

ભારતમાં ગત વર્ષે ચંદ્રયાન-૩‘ મિશનની સફળતાના પરિણામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે તા. ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે‘ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.

જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગરખાતે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં જળ સંપત્તિ સચિવ શ્રી કે. બી. રાબડીયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ‘ યોજાયો હતો. આ વર્કશોપમાં ISRO તેમજ SAC, અમદાવાદના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩ મિશનની સફળતા અંગે પોતાના અનુભવો તેમજ વિવિધ જળ સ્રોતમાં સેટેલાઈટની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન-વિડીયો રજૂ કર્યા હતા. 

જળ સંપત્તિ સચિવ શ્રી કે. બી. રાબડીયાએ નેશનલ સ્પેસ ડેની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કેપાણીના વિવિધ સ્રોતની માહિતી માટે સ્પેસ ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે. અત્યારે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ પાણીહવામાનકૃષિ સહિત તમામ ક્ષેત્રે કરવામાં આવી રહ્યો છે. સેટેલાઈટ દ્વારા દેશમાં ભૂગર્ભ જળ ક્યા-ક્યા વિસ્તાર ઉપલબ્ધ છે તેમજ તેનો પ્રવાહ ક્યા વિસ્તારમાંથી ક્યા વિસ્તારમાં વહન કરે છે તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થાય છે.

સેટેલાઈટની હાઈ રિઝ્યોલ્યુશન ઈમેજના માધ્યમથી રાજ્યના ક્યા વિસ્તારમાં વધારે વરસાદ થશેક્યા વિસ્તારમાં સારો પાક લહેરાઈ રહ્યો છે અને ક્યાં દુષ્કાળની સ્થિતિ છે તેની ચોક્કસ માહિતી મેળવી શકાય છે. દેશમાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂરની સ્થિતિવાવાઝોડુંલીલો દુકાળ, જેવી કુદરતી આપત્તિ સમયે સચોટ આગાહી કરીને જાન-માલનું નુકશાન થતું અટકાવી શકાય છે. કૃષિ સિવાય પાણીનો ઉપયોગ ક્યા-ક્યા ક્ષેત્રમાં થઈ રહ્યો છેતેની માહિતી સેટેલાઈટ દ્વારા મેળવીને તેની પર યોગ્ય સંશોધન કરી શકાય છે તેમસચિવ શ્રી રાબડીયાએ ઉમેર્યું હતું.  

સ્પેસ એપ્લિકેશન સેન્ટર-SAC અમદાવાદના ડાયરેક્ટર શ્રી નિલેષ દેસાઈએ ચંદ્રયાન-૩ના અનુભવો શેર કરતાં કહ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ચંદ્રયાન-૩નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કરાવીને ‘સ્પેસ ઈઝ નો લિમિટ’ તેમજ ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને સાર્થક કર્યો છે. ઈસરો દ્વારા ૭૫ થી ૮૦ ટકા કામગીરી ભારતના સમાન્ય નાગરિકો અને સમાજની સુખાકારી માટે કરવામાં આવે છે.

અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના જન્મ સ્થળ અમદાવાદમાં કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટરે  ચંદ્રયાન-૩ને ચંદ્રની ભૂમિ પર લેન્ડ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઈસરોના ચંદ્રયાનમંગળયાન તેમજ ભાવી ગગનયાનમાં ઉપયોગમાં આવનાર હાઇટેક કેમેરાસેન્સરરડાર અને મેપ તૈયાર કરવામાં આ સેન્ટર મહત્તમ યોગદાન આપી રહ્યું છે. તેમણે GPS આધારિત સ્વદેશી ‘નાવિક સેટેલાઈટ’ની કામગીરીની પણ વિગતો આપી હતી.

        શ્રી દેસાઈએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને FAILનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, FAIL એટલે ‘ફર્સ્ટ એટેમ્પ ઈન લર્નિગ’. કોઈપણ ક્ષેત્રમાં પ્રથમ પ્રયત્ને નિષ્ફળ જઈ તો હતાશ થવાને બદલે તેમાંથી વધુ શીખીને સફળતાના શિખરો સર કરવા જોઈએ. SAC અમદાવાદમાં ‘અવકાશ વિજ્ઞાન’ સંબંધિત કાયમી પ્રદર્શનની મુલાકાત લેવા શ્રી દેસાઈએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

        સચિવ શ્રી રાબડીયા સહિત મહાનુભાવોના હસ્તે SAC દ્વારા તૈયાર કરાયેલ ‘હાઈ રિઝ્યોલ્યુશન ઇન્ડિયન વેટલેન્ડ એટલાસ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રાલય અને જળ સંપત્તિ વિભાગના ઉપક્રમે આયોજિત એક દિવસીય વર્કશોપમાં CGWBના પ્રાદેશિક નિયામક શ્રી રતિકાંત નાયક, ISRO અને SACના વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ ચર્ચા સત્રોમાં સહભાગી થયા હતા. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.