યુપીમાં નાગરિક કાનૂનને લાગૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ
લખનૌ : નાગરિક કાનૂનને પ્રદેશમાં લાગૂ કરવાને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકારે પ્રથમ પગલું આગળ વધારી દીધું છે. સુત્રોના કહેવા મુજબ યુપી દેશમાં પ્રથમ રાજ્ય છે જ્યાં તેની પ્રક્રિયા સૌથી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. યુપી સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા તમામ લઘુમતિઓની ઓળખના નિર્દેશ આપી દીધા છે. આનાથી તેમની નાગરિકતાની ખાતરી થઇ શકશે. સાથે સાથે ગેરકાયદેરીતે યુપીમાં રહેતા લોકોના ડેટા પણ તૈયાર કરી લેવામાં આવશે.
વધારાના મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ કહ્યું છે ેકે, તમામ ડીએમને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ આ ત્રણેય દેશોમાંથી આવેલા અને દશકોથી રહેતા લોકોની ઓળખ કરે. અફઘાનિસ્તાનમાંથી ઉત્તરપ્રદેશમાં આવેલા લોકોની સંખ્યા ખુબ ઓછી છે પરંતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો શિકાર થયેલા અને અહીં પહોંચેલા લઘુમતિ સંખ્યા ખુબ મોટી છે. નાગરિક કાનૂનને લઇને અમલી કરવાની દિશામાં પહેલ કરી દેવામાં આવી છે.