Western Times News

Gujarati News

કોલકાતા કેસમાં મહત્ત્વની કામગીરી-સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્કફોર્સ બનાવી

Supreme court of India

મોડી ફરીયાદ નોંધવા અને હોસ્પિટલમાં તોડફોડના મુદ્દે બંગાળ પોલીસ અને મમતા સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમકોર્ટ

(એજન્સી)નવી દિલ્હી, કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ (ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે આ કેસની સુનાવણી કરી.

સીજેઆઈએ કહ્યું- ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એક ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે, એમાં ૯ ડોક્ટરને સામેલ કરવામાં આવ્યા છે, તેઓ મેડિકલ પ્રોફેશનલ્સની સુરક્ષા, ર્વકિંગ કંડિશન અને સુધારા માટે પગલાંની ભલામણ કરશે.

કેન્દ્ર સરકારના પાંચ અધિકારીને પણ ટાસ્કફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. કોર્ટે સીબીઆઈ પાસેથી ૨૨ ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ અને રાજ્ય સરકાર પાસેથી ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. કેસની આગામી સુનાવણી ૨૨ ઓગસ્ટે થશે.

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન્સએ નેશનલ ટાસ્કફોર્સની રચના કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ૯ ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. એ બાદ તબીબોએ પ્રદર્શન કર્યું હતું. દેશભરના તબીબો હડતાળ પર ઊતરી ગયા છે. ૧૪ ઓગસ્ટની મોડીરાત્રે એક ટોળું એ જ હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી.

૧૯ ઓગસ્ટના રોજ ડોકટરો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી. આ અંગે સર્વસંમતિ ન હતી. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનએ તેમની હડતાળ ચાલુ રાખી.

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર નિર્દયતાના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના વહીવટી તંત્રને લઈને ઘણી કડક ટિપ્પણીઓ કરી હતી.

સીજેઆઈ અધ્યક્ષતામાં આયોજિત આ સુનાવણીમાં કોર્ટે પૂછ્યું કે આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો? કોર્ટે હોસ્પિટલમાં તોડફોડ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ આચાર્ય પર પણ આકરી ટીપ્પણી કરી હતી. જાણીએ આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ૧૦ મોટી ટિપ્પણીઓ.

૧- સુપ્રીમ કોર્ટે કહ્યું, દરેક વખતે બળાત્કાર અને હત્યા થાય ત્યારે દેશનો અંતરાત્મા જાગવો જોઈએ નહીં.
૨- આ માત્ર એક ભયાનક ઘટના નથી પરંતુ સમગ્ર ભારતમાં ડોક્ટરોની સુરક્ષામાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે.
૩-સીજેઆઈએ કહ્યું કે અમે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતિત છીએ.

૪- કોર્ટે કહ્યું, જો મહિલાઓ કામ પર નથી જઈ શકતી અને સુરક્ષિત નથી રહી શકતી તો અમે તેમને મૂળભૂત સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.
૫- પીડિતાની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે તે ખૂબ જ ચિંતાજનક છે.
૬-સીજેઆઈએ કહ્યું, પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો, માતા-પિતાને મૃતદેહ જોવાની મંજૂરી નહોતી!

૭- સીજેઆઈએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને ફટકાર લગાવી? કહ્યું એફઆઈઆર કેમ મોડી દાખલ કરવામાં આવી? હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું હતું?

૮- હોસ્પિટલમાં તોડફોડ પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે પોલીસે ઘટના સ્થળની સુરક્ષા કરવી જોઈએ. આખરે ૭ હજાર લોકો ત્યાં કેવી રીતે પ્રવેશ્યા?
૯- કોર્ટે કહ્યું કે તે માત્ર ખૂની જ નહીં વિકૃત વ્યક્તિ પણ છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પ્રદર્શનકારીઓ પર કડક ઠપકો આપતા કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધને રોકી શકાય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.