‘રેસ ૪’ની તૈયારી શરૂ, સૈફ અલી ખાન યથાવત રહેશે
મુંબઈ, સૈફ અલી ખાનની કરિયરમાં રેસ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોનું યોગદાન છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી બે ફિલ્મ હિટ રહી હતી, જ્યારે સલમાન ખાનનો સાથ હોવા છતાં ત્રીજી ફિલ્મ ઓડિયન્સને પસંદ આવી ન હતી. ‘રેસ’ના પ્રોડ્યુસર રમેશ તૌરાની અને સૈફ અલી ખાન ‘રેસ’ની ચોથી ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યાં છે.
ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ માટે તેમની સંખ્યાબંધ મુલાકાતો થઈ છે અને આ ફિલ્મમાં સૈફ અલી ખાન સિવાયની સ્ટાર કાસ્ટ માટે તેઓ નામ વિચારી રહ્યાં છે. અબ્બાસ-મસ્તાનના ડાયરેક્શનમાં બનેલી રેસની ફિલ્મોમાં ધમાકેદાર મ્યૂઝિક, સ્ટાઈલિશ એક્શન સીક્વન્સ અને ટિ્વટ્સ જોવા મળે છે. ત્રીજો ભાગ ખાસ ચાલ્યો ન હતો, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટરને અગાઉની બે ફિલ્મોની સફળતા યાદ છે.
‘રેસ ૪’નો બેઝિક પ્લોટ તેમણે તૈયાર કરી લીધો છે અને તેઓ ત્રીજા ભાગ કરતાં વધારે સારી ફિલ્મ બનાવવા માગે છે. હાલ તેનું ટાઈટલ ‘રેસ રીબુટ’ રખાયું છે.
ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત મોટાં સ્ટાર્સને લેવાનું આયોજન છે. ફિલ્મના એક્ટર્સ હજુ ફાઈનલ થયાં નથી, પરંતુ ઓડિયન્સની પસંદગી મુજબ નવી પેઢીના સ્ટાર્સને પણ લેવાનું આયોજન છે. કાસ્ટ ફાઈનલ કરવા માટે વિવિધ નામો વિચારાઈ રહ્યાં છે અને આ સાથે પ્રી-પ્રોડક્શન પણ શરૂ કરી દેવાયું છે. સ્ક્રિપ્ટને ફાઈનલ કરી દેવાય બાદ પાંચેક મહિનામાં ફિલ્મને ફ્લોર પર લઈ જવાનું આયોજન છે.SS1MS