અમદાવાદઃ હોટલ પ્રાઈડના સુપમાંથી જીવતી જીવાત નીકળી: હોટલનું કિચન સીલ કરાયુ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.
ખોખરા ના કોર્પોરેટરના ઓફિસ સ્ટાફ ઘ્વારા ઓનલાઈન કાંકરીયા ની પુરોહિત હોટેલમાંથી મંગાવવામાં આવેલા ફૂડમાંથી ઈયળ નીકળી હતી.ત્યારબાદ ભાજપના એક પૂર્વ કોર્પોરેટર કાંકરીયા પરિસરમાં મેરેજ એનિવર્સરી ની ઉજવણી કરવા પરિવાર સાથે કાંકરિયા પરિસરમાં ગયા હતા જ્યાં ઓર્ડર કરેલા પીઝા અને ટોમેટો સોસમાંથી જીવાત નીકળી હતી જેના બીજા દિવસે જ હોટેલ હયાત ના સાંભરમાંથી વાંદો નીકળ્યો હતો જેના પગલે હેલ્થ ફૂડ વિભાગ ઘ્વારા 30 જુલાઈએ એકસાથે આવા 10 સીલ કર્યા હતા તેમ છતાં પરિસ્થિતિમાં સહેજ પણ સુધારો આવ્યો નથી.ખાણી પીણી ના નાના એકમો બાદ હવે પ્રખ્યાત અને મોટી હોટેલના ફૂડમાંથી પણ જીવાતો નીકળી રહી છે એમ કહી શકાય કે નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ખાણી પીણી ના તમામ એકમો ચેડાં કરી રહયસ છે.અમદાવાદ ની ખૂબ જ જાણીતી હોટેલ પ્રાઇડ માં આજે સુપમાંથી જીવાત નીકળી હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ હોટેલ પ્રાઈડમાં એક બિઝનેસ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં લંચ બ્રેક દરમ્યાન હાજર લોકોએ ભોજન પહેલા સૂપ લીધો હતો તે સમયે સૂપ માંથી જીવતી જીવાત નીકળી હતી. સદર ઘટના બાદ મિટિંગમાં ઉપસ્થિત લોકોએ તપાસ કરતા સુગર પાઉચ જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં પણ જીવાતો ફરતી હતી. આ અંગે મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી છે. જેના પગલે હેલ્થ ફૂડ વિભાગના અધિકારીઓ તાકીદે તપાસ માટે પહાેંચી ગયા હતા જ્યાં અયોગ્ય પરિસ્થિતિ જોવાતા હોટલનું કિચન સીલ કર્યું હતું.