Western Times News

Gujarati News

ગુજરાતમાં ચાંદીપુરા સંક્રમિત એક પણ નવો કેસ છેલ્લા ૬ દિવસમાં નોંધાયો નથી: આરોગ્યમંત્રી 

પ્રતિકાત્મક

હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાના સંક્રમણની  સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગુજરાતમાં આ વર્ષે વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 164 કેસ નોંધાયા : જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝીટીવ જણાયા

ગુજરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમજ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ  નોંધાયું નથી.

વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ 2024માં રાજ્યના 164 જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ.

ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં  કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ.કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડર થી ડસ્ટિંગની કામગીરી અને કુલ 1,57,074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.

અસરગ્રસ્ત વિસ્તારોની કુલ 31,563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. ટકુલ 36,150 આંગણવાડીમાં મેલિહ્થિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,696  આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે.

અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.