ટેકનોલોજી ક્ષેત્રે ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ વધારવા રક્ષામંત્રી ચર્ચા કરશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૨૩મીથી અમેરિકાના પ્રવાસે
(એજન્સી)નવીદિલ્હી, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૨૩ ઓગસ્ટે અમેરિકા જશે. અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનના આમંત્રણ પર તેઓ ૨૬ ઓગસ્ટ સુધી ત્યાં રહેશે. આ દરમિયાન તેઓ યુએસ ડિફેન્સ સેક્રેટરી સાથે બેઠક કરશે. સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર ચર્ચા થશે. આ સિવાય રક્ષા મંત્રી અમેરિકી રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા મામલાના સહાયક જેક સુલવિન સાથે મુલાકાત કરશે.
મોદીના ન્યૂયોર્ક પ્રવાસ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહની અમેરિકા મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી અમેરિકા-ભારત સંબંધોને નવી ગતિ મળશે. તેમજ સંરક્ષણ ક્ષેત્રે અનેક સહયોગ વધુ મજબૂત થશે.
આ સિવાય અમેરિકાની મુલાકાતથી બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ વ્યાપક થવાની આશા છે. સંરક્ષણ પ્રધાન યુએસ સંરક્ષણ ઉદ્યોગ સાથે રાઉન્ડ ટેબલ બેઠક પણ કરશે. જેમાં સંરક્ષણ ઉદ્યોગ સાથે ચાલી રહેલા કામ અને ભવિષ્યના સંરક્ષણ કરારો પર ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.
સૂત્રોનું કહેવું છે કે તેમની મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી અમેરિકન ફર્મ જનરલ ઇલેક્ટિÙક દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ય્ઈ-હ્લ૪૦૪ ટર્બોફેન એન્જિનના સપ્લાયમાં વિલંબનો મુદ્દો અમેરિકન અધિકારીઓ સાથે ઉઠાવશે. એન્જિનના સપ્લાયમાં વિલંબને કારણે ભારતીય વાયુસેનાને તેજસ સ૧છની ડિલિવરી બાકી છે. પ્રથમ તેજસ સ૧છ ભારતીય વાયુસેનાને ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં પહોંચાડવાનું હતું, પરંતુ તેમાં લગભગ ૧૦ મહિનાનો વિલંબ થઈ રહ્યો છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે ભારત તેજસ માર્ક-૨ વર્ઝન પણ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં ય્ઈ હ્લ૪૧૪ જેટ એન્જિન પણ લગાવવામાં આવનાર છે. ભારત અને અમેરિકા સાથે મળીને આ એન્જિનને સંયુક્ત રીતે બનાવવાનો પ્રયાસ કરશે. રાજનાથ સિંહ આ મામલે રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે ચર્ચા કરશે, જેથી એન્જિનનો સપ્લાય ઝડપી થઈ શકે.
આ મુલાકાત દરમિયાન ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રે ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ વધારવા પર ચર્ચા થશે. બંને દેશો વચ્ચે જેવલિન એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ અને સ્ટ્રાઈકર આર્મર્ડ વ્હીકલ જેવા મોટા સંરક્ષણ પ્લેટફોર્મના સહ-ઉત્પાદન અંગે પણ વાતચીત થશે.