Western Times News

Gujarati News

JPFL ફિલ્મ્સ નવી BOPP લાઇન માટે રૂ. 250 કરોડનું રોકાણ કરશે

  • નવી બીઓપીપી લાઇનની ક્ષમતા 60,000 ટીપીએ રહેશે
  • નાણાકીય વર્ષ 2025-26ના બીજા અર્ધવાર્ષિકગાળામાં કાર્યરત થવાની અપેક્ષા

નવી દિલ્હી21 ઓગસ્ટ2024: ફ્લેક્સિબલ પેકેજિંગની દિગ્ગજ કંપની જિન્દાલ પોલી ફિલ્મ્સ લિમિટેડની પેટા કંપની જેપીએફએલ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના નાશિકમાં નવી બીઓપીપી લાઇન સાથે ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી છે. આ નવી લાઇન નાણાકીય વર્ષ 2025-26ના બીજા અર્ધવાર્ષિકગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે, જેના માટે રૂ. 250 કરોડનું રોકાણ કરાશે.

આ ક્ષમતા વિસ્તરણ બીઓપીપી સેગમેન્ટમાં કંપનીની વ્યૂહાત્મક પહેલનો એક હિસ્સો છે તથા કંપની આ સેક્ટરમાં માગ-પુરવઠા વચ્ચેના અંતરને કારણે સર્જાયેલા પડકારોને કારણે હાલ ભાવના દબાણને જોતાં તેની બજાર હિસ્સેદારી વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએમાં 142 ટકાનો નોંધપાત્ર વધારા સાથે કંપનીની આવકોમાં જબરદસ્ત વૃદ્ધિ તેમજ વ્યવસાયમાં અવરોધો વચ્ચે પણ બજાર નેતૃત્વ જાળવી રાખવા વિસ્તરણ કરાઇ રહ્યું છે.

આ નવી લાઇન બજારમાં સૌથી અદ્યતન હોવાની અપેક્ષા છે, જે ઉત્તમ પહોળાઇ અને આઉટપુટ ક્ષમતા સાથે બેજોડ વિશ્વસનીયતા, ઉપકરણ ગુણવત્તા અને પ્રક્રિયાની કાર્યક્ષમતા પ્રાપ્ત થશે. તે 1,700 એમએમ સુધી હાઇ-ઓડી રોલનું ઉત્પાદન કરી શકે છે, જે મેટલાઇઝિંગ જેવી ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા માટે કાર્યક્ષમતામાં વધારો કરે છે.

વ્યૂહાત્મક વિસ્તરણ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં જેપીએફએલ ફિલ્મ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં અમારા મૂજબત પ્રદર્શનને આધારે આ રોકાણ અમારી બજાર ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા અને ટકાઉ વૃદ્ધિને આગળ ધપાવવાની દિશામાં વ્યૂહાત્મક પગલું છે. પેકેજિંગ ઇન્ડસ્ટ્રી મૂળભૂત રીતે સાઇકલિકલ બિઝનેસ છે અને હાલમાં ઇન્ડસ્ટ્રી માર્કેટ કરેક્શન જોઇ રહી છે.

આગામી સમયમાં બીઓપીપી લાઇનથી અમે અમારા ગ્રાહકોને બેજોડ મૂલ્ય ડિલિવર કરી શકીશું. આ વિસ્તરણ સાથે અમે હાઇ-પર્ફોર્મન્સ ફિલ્મ્સની વૈવિધ્યસભર શ્રેણી સાથે ગ્રાહકોની અપેક્ષાઓ મૂજબ ડિલિવર કરવાની અમારી ક્ષમતા વધારી રહ્યાં છીએ. આ ઉપરાંત આ પગલું સંચાલકીય કાર્યક્ષમતામાં સુધારો કરવાના અમારા લક્ષ્ય સાથે અનુરૂપ છે અને બજારમાં અમારું નેતૃત્વ જાળવી રાખવાની સાથે બિઝનેસ અપટર્નનો લાભ લેવા માટે સજ્જ કરે છે.

નવી લાઇન કાર્યરત થવાથી જિન્દાલ પોલી ફિલ્મ્સ લિમિટેડની વૃદ્ધિને બળ મળશે. તે તકનીકી પ્રગતિ, ગુણવત્તામાં સુધાર, ખર્ચ અનુકૂલન અને ઇનોવેશન પ્રત્યે કંપનીની કટીબદ્ધતા દર્શાવે છે, જે ગ્રાહક સંતોષમાં વધારો કરશે. ફ્લેક્સિબલ પેકેજિંગ માર્કેટ વિકસિત થઇ રહ્યું છે ત્યારે જિન્દાલ પોલી ફિલ્મ્સ લિમિટેડ તેની પેટા કંપની જેપીએફએલ ફિલ્મ્સ દ્વારા બજારના પડકારોનો સામનો કરવા તથા ભાવિ તકોને હાંસલ કરવા સજ્જ છે, જેનાથી વિશ્વભરમાં વ્યવસાયો માટે ઉદ્યોગના અગ્રણી અને વિશ્વસનીય ફ્લેક્સિબલ પેકેજિંગ પાર્ટનર તરીકેની તેની સ્થિતિ મજબૂત થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.