લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232 બી2 દ્વારા ગુજરાત કોલેજ પાસે ફ્રી ખીચડી ઘરનું ઉદઘાટન
જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ફ્રી ખીચડી વિતરણ કરાશે
અમદાવાદ, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232 બી2, લાયન જીગીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા તેમનો ડ્રીમ પ્રોજેક્ટ લાયન્સ કિચન અંતર્ગત ફ્રી ખીચડી ઘર લાયન્સ ક્લબ ઓફ આવકાર, જેનીથ, વેસ્ટ સ્પોન્સરિંગનું ઉદઘાટન આંતરરાષ્ટ્રીય દ્વિતીય પ્રમુખ માર્ક લિયોનના શુભ હસ્તે ગુજરાત કોલેજ પાસે કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સોમવારથી શુક્રવાર સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ફ્રી ખીચડી વિતરણ કરવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણભાઈ છાજેડ, મલ્ટીપલ કાઉન્સિલ ચેર પર્સન સુનિલ ગુગલીયા, મલ્ટીપલ સેક્રેટરી લાયન વિકાસ જૈન, પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર લાયન નૂતનવીજ, પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર લાયન ધીરેશ શાહ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશ પ્રજાપતિ, દાતાશ્રી નરેન્દ્ર કંસારા અને રુતવા કંસારા, પ્રિયકાંત પરીખ, જીતુભાઈ પરીખ, સમીર ટેકરીવાલ તથા મોટી સંખ્યામાં ડિસ્ટ્રિક્ટ ઓફિસરો, ડી.જી.ટીમના કેબિનેટ ઓફિસરો, ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રીક્ટ ગવર્નર જીગીષાબેને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.