ધોલેરામાં શાળાની વિદ્યાર્થિનીઓ માટે યોજાયો સાયબર સેફ્ટી વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમ
મિશન શક્તિ યોજના અંતર્ગત 100 દિવસની વિશેષ અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઇવનું આયોજન
ભડિયાદ ગામની બાલિકા પંચાયત ટીમને એનિમિયા કીટનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ધોલેરાના ભાડિયાદ ગામે શ્રી ઓ.સી. વિદ્યામંદિર ખાતે મિશન શક્તિ યોજના અંતર્ગત 100 દિવસની વિશેષ અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ વીક અન્વયે સાયબર સેફટી વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાયબર સેફટી અને ગુડ ટચ, બેડ ટચ વિશે શાળાની વિદ્યાર્થિનીઓને ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકી દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સ લિટ્રેસી શ્રી હેમલબહેન બારોટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ પુસ્કૃત મહિલા કલ્યાણ અને સુરક્ષા યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
સોલાના સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર શ્રી નવનીતાબહેને સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજનાઓ વિશેની માહિતી આપી હતી.
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભડિયાદ ગામની બાલિકા પંચાયત ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી તથા તેમને એનિમિયા કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.