Western Times News

Gujarati News

પ્રીમિયર એનર્જીસનો આઈપીઓ મંગળવાર, 27 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2024 – પ્રીમિયર એનર્જીસ લિમિટેડ (“The Company”) મંગળવાર, 27 ઓગસ્ટ, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે. કુલ ઓફર સાઇઝમાં રૂ. 12,914 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ (“Fresh Issue”) અને 3,42,00,000 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Offer for Sale”) (the “Offer”).

 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 26 ઓગસ્ટ, 2024 રહેશે અને બિડ ઓફર ગુરૂવાર, 29 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 427થી રૂ. 450 છે (“Price Band”).

PREMIER ENERGIES LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON TUESDAY, AUGUST 27, 2024

 બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Lot”).

 કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો આ મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) તેલંગાણાના હૈદરાબાદમાં 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન સેલ અને 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન મોડ્યુલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે આંશિક-ધિરાણ માટે તેની પેટાકંપની પ્રીમિયર એનર્જીસ ગ્લોબલ એન્વાયર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં અંદાજિત રૂ. 9,686.03 મિલિયનના રોકાણ માટે જે નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2026માં કરવામાં આવશે (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે  (the “Objects of Offer”).

3,42,00,000 ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરમાં સાઉથ એશિયા ગ્રોથ ફંડ 1 હોલ્ડિંગ્સ એલએલસી દ્વારા 2,68,27,200 સુધીના ઇક્વિટી શેર્સ, સાઉથ એશિયા ઈબીટી ટ્રસ્ટ દ્વારા 1,72,800 ઇક્વિટી શેર્સ (the “Investor Selling Shareholder”) અને ચિરંજીવ સિંહ સલુજા (“the Promoter Selling Shareholder”) (together the “Selling Shareholders”) દ્વારા 72,00,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરતા લાયક ઠરેલા કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 22નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે (“Employee Reservation Portion Discount”).

હૈદરાબાદ ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, તેલંગાણા (“ROC”), સેબી અને શેરબજારોમાં 20 ઓગસ્ટ, 2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“Red Herring Prospectus” / “RHP”) દ્વારા આ ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવે છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with the BSE, the “Stock Exchanges”) નામના શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.

સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (the “SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભે આ ઓફર કરવામાં આવે છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના સુસંગતપણે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ કંપની ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન આધારે એન્કર ઇન્વેસ્ટર્સને (the “Anchor Investor Portion”) ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયેલી કિંમત (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શન (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત, નેટ ઓફરના લઘુતમ 15 ટકા નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“NIIs”) (“Non-Institutional Category”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીના એક-તૃત્યાંશ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીના બે-તૃત્યાંશ રૂ. 10,00,000થી વધુની બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બંને સબ કેટેગરીઝમાંથી ગમે તેમાં અંડર-સબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવણી કરી શકાશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત નેટ ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“RIIs”) (“Retail Category”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ઓફરમાં બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (અહીં જણાવ્યા મુજબ) (યુપીઆઈ આઈડી સહિત (અહીં જણાવ્યા મુજબ)) સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં બિડની રકમ જે-તે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પેજ 495થી શરૂ થતી “Offer Procedure” વાંચો.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે. અહીં જણાવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો અર્થ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે.


Read News In Hindi

Read News in English

1 thought on “પ્રીમિયર એનર્જીસનો આઈપીઓ મંગળવાર, 27 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલશે

Comments are closed.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.