Western Times News

Gujarati News

સેબીએ અનિલ અંબાણીની કંપની પર 25 કરોડની પેનલ્ટી કેમ ફટકારી?

સેબીએ ૨૫ જેટલી મોટી કંપનીઓ પર કાર્યવાહી કરી-૨૪ પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બાપ્ના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર શાહ સામેલ છે.

(એજન્સી)મુંબઈ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાયનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત ૨૪ અન્ય કંપનીઓ પર ફંડ્‌સની હેરફેર કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. તેઓ સિક્યુરિટી માર્કેટમાં કોઈ વ્યવહાર કરી શકશે નહીં.

સેબીએ અનિલ અંબાણીને સિક્યુરિટી માર્કેટમાં, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ તથા માર્કેટ રેગ્યુલેટર સાથે નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી સહિતની ભૂમિકા પર પ્રતિબંધ લાદવા ઉપરાંત રૂ. ૨૫ કરોડની પેનલ્ટી પણ ફટકારી છે. તેમજ રિલાયન્સ હોમ ફાયનાન્સ પર પણ છ માસનો પ્રતિબંધ લાદતાં રૂ. ૬ લાખની પેનલ્ટી ફટકારી છે.

સેબીએ ૨૨૨ પાનાના અંતિમ આદેશમાં દર્શાવ્યું હતું કે, અનિલ અંબાણીએ આરએચએફએલના મુખ્ય અધિકારીઓની મદદથી આરએચએફએલમાંથી ફંડ ઉપાડી ગેરરીતિ આચરી લોન પેટે અન્ય કંપનીઓને આપ્યું હતું. આરએચએફએલના બોર્ડ આૅફ ડિરેક્ટર્સે કાર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા અને આવી લોન પ્રક્રિયા રોકવા માટે સખત નિર્દેશો જારી કર્યા હોવા છતાં કંપની મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.

અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ અમુક મુખ્ય અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સંજોગોને જોતાં, ગુનો આચરવામાં વ્યક્તિગત અધિકારીઓની સાથે આરએચએફએલ કંપની પણ પોતે તેટલો જ હિસ્સો બની છે. વધુમાં, બાકીની કંપનીઓએ આરએચએફએલ પાસેથી ગેરકાયદેસર રીતે ફંડ્‌સ ડાયવર્ઝન કરવા ગેરકાયદેસર રીતે લોન મેળવવાની ભૂમિકા ભજવી છે. જેથી તેમના પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અનિલ અંબાણીએ એડીએ ગ્રુપના ચેરપર્સન તરીકેના પદનો અને આરએચએફએલની હોÂલ્ડંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ શેરહોÂલ્ડંગનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરતાં કોઈપણ પ્રકારની સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અને આવક ન ધરાવતી કંપનીઓની હજારો કરોડની લોન મંજૂર કરી હતી.

જેઓ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં મોટાભાગના દેણદારો રિલાયન્સ હોમ્સના પ્રમોટર્સ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ હોમ ફાયનાન્સે હજારો કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ કર્યા બાદ ડિફોલ્ટ થઈ હતી. આ કૌંભાંડ જાહેર થતાં શેરની કિંમત બે વર્ષમાં જ રૂ. ૬૦થી ૦.૭૫ થઈ હતી. અત્યારે પણ ૯ લાખથી વધુ શેરધારકો મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે.

૨૪ પ્રતિબંધિત સંસ્થાઓમાં રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અમિત બાપ્ના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર શાહ સામેલ છે. જેમને પ્રતિબંધ અને પેનલ્ટીની સજા થઈ છે. અનિલ અંબાણી પર રૂ. ૨૫ કરોડ, બાપ્ના પર રૂ. ૨૭ કરોડ, સુધલકર પર રૂ. ૨૬ કરોડ અને શાહ પર રૂ. ૨૧ કરોડની પેનલ્ટી ફટકારાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.