યાત્રિકોએ IRCTC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કેમ કર્યા?
(એજન્સી)ઉજ્જૈન, ગુજરાતમાં આઈઆરસીટીસીની વિશેષ ટ્રેન દ્વારા ૭ જ્યોતિ‹લગના દર્શનાર્થે ગયેલા ૪૦૦ યાત્રિકોને કડવા અનુભવ થયા છે. ઉજ્જૈનમાં યાત્રિકોને ભોજન સહિતની સુવિધા મુદ્દે અવ્યવસ્થા સહન કરવાનો વારો આવ્યો છે.
૭ જ્યોતિ‹લગની યાત્રાને લઈને ૪૦૦ યાત્રિકોએ બુકિંગ કરાવ્યુ હતુ. આ બુકિંગના ૫૦ હજાર રૂપિયા તેમણે ખર્ચ્યા હતા. યાત્રિકોનો આક્ષેપ છે કે ૫૦,૦૦૦ ખર્ચવા છતા સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો છે. યાત્રાળુઓએ આઈઆરસીટીસીના વિરોધમાં નારા લગાવી બળાપો ઠાલવ્યો હતો. અસુવિધા મામલે યાત્રિકોએ આઈઆરસીટીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
એક યાત્રિકના જણાવ્યા અનુસાર તેમને પ્રથમ દિવસથી અસુવિધાનો કડવો અનુભવ થયો હતો અને બીજા દિવસે પણ એ જ સ્થિતિ રહી હતી. ઉપરાંત ઉતારાનું સ્થળ અને ભોજન-નાસ્તા માટેનું સ્થળ ૧૫ કિલોમીટર દૂર રાખવામાં આવ્યુ છે. જેમા યાત્રિકોને તેમના પોતાના પૈસા ખર્ચીને નાસ્તા સ્થળે જવુ પડ્યુ હતુ. નાસ્તાની ગુણવત્તાને લઈને પણ યાત્રિકોએ સવાલ ઉઠાવ્યા છે. નાસ્તો સારો ન હોવાથી યાત્રિકોએ બહારથી પોતાના ખર્ચે નાસ્તો કરવો પડ્યો હતો.
આઈઆરસીટીસી સામે પણ યાત્રિકોની ફરિયાદ છે કે અન્ય કોઈ ગાડીનો રિજેક્ટ કરેલો કોચ તેમને ફાળવવામાં આવેલો છે. જેમા કોઈપણ પ્રકારની સુવિધા નથી. વેસ્ટર્ન ટોયલેટ નથી કે ના તો એસીમાં કુલિંગની વ્યવસ્થા છે. બાથરૂમમાં પાણી સુદ્ધા ન આવતુ હોવાની યાત્રિકોની ફરિયાદ છે. યાત્રિકોએ આઈઆરસીટીસીની સર્વિસ બાબતે પણ સવાલ ઉઠાવ્યા છે.