૧૧ વર્ષથી કોમામાં રહેલા પુત્રની સારવાર માટે માબાપે ઘર પણ વેચી દીધું
૩૦ વર્ષીય પુત્રને ઈચ્છામૃત્યુ આપવાની માતા-પિતાની અરજી સુપ્રીમે ફગાવી -સુપ્રીમે સારી સરકારી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થાની ખાતરી આપી
(એજન્સી)નવીદિલ્હી, એક વૃદ્ધ માતા-પિતાએ તેમના ૩૦ વર્ષીય પુત્ર માટે ઈચ્છામૃત્યુ મંજુર કરવા માટે સુપ્રીમ કોર્ટમં ટહેલ નાખી હતી. વૃદ્ધાવસ્થામાં પહોચેલા માતાપિતાએ તેમની અરજીમાં જણાવાયું હતું કે તેમનો પુત્ર હરીશ રાણા અકસ્માત બાદ ૧૧ વર્ષથી પથારીમાં કોમાની અવ્યવસ્થામાં પડેલો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે માતાપિતાની ઉમર વધી ગઈ છે. અને હવે તેઓઅ તેમના પુત્રની સંભાળ રાખવા માટે સક્ષમ રહયા નથી. આ અરજી પર કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે.
સુનાવણી દરમ્યાન કોર્ટે કહયું હતું કે, ઈચ્છામૃત્યુનો આદેશ આપી શકાય નહીં પરંતુ તેઓ દર્દીને કોઈ સરકારી હોસ્પિટલ અથવા સારવાર અને સંભાળ માટે અન્ય કોઈ જગ્યાએ ખસેડવાનો માર્ગ શોધી કાઢશે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સાથે સંમત થયા હતા જેમાં કોર્ટે તેમના પુત્રના ઈચ્છામૃત્યુ માટે મેડીકલ બોર્ડની રચના કરવાની માતાપિતાની માંગને ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છેકે વર્ષ ર૦૧૩માં આ યુવક બિલ્ડીગના ચોથા માળેથી પડી ગયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અને ત્યારબાદથી યુવક સતત ૧૧ વર્ષ સુધી પથારીમાં બેભાન અવસ્થામાં પડયો છે. હવેતેની ઉંમર ૩૦ વર્ષની થઈ ગઈ છે. અકસ્માત સમયે યુવક પંજાબ યુનિવસીટીનો વિધાર્થી હતો. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજમિશ્રાની બેચે કહયું હતું કે દર્દી હરીશ રાણા વેન્ટીલેટર કે કોઈ લાઈફ સેવીંગ સીસ્ટમ વગર જીવી રહયો છે.
તેને ફુડ પાઈપ દ્વારા ખોરાક પણ આપવામાં આવી રહયો છે. આ મામલામાં ઈચ્છામૃત્યુનો કોઈ કેસ બનતો નથી. કોર્ટે સ્વીકાર્યું હતું કે માતા-પિતાને પોતાના દીકીરાનું જીવ બચાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. અને આ માટે થતા ખર્ચને પહોચી વળવા માટે તેઓને તેમનું પણ વેચી દેવાની ફરજ પડી છે.
સુપ્રીમ કોર્ટે કહયું હતું કે આ મામલામાં ઈચ્છામૃત્યુ આપી શકાય નહી પરંતુ માનવીય ઉકેલ જરૂર શોધી શકાય તેમ છે. આ બાબતે તેણે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવતા કોર્ટે કહયું હતું કે, વધારાની સોલીસીટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ મામલે મદદ કરવા માટે ભલામણ કરી હતી.