સોમનાથ, દ્વારકા, સાળંગપુર સહિતનાં મંદિરોમાં કાપડની થેલી માટે મુકાયાં વેન્ડિંગ મશીન
પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ બંધ થાય તે માટે શરૂ કરાઈ પહેલ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતને પ્લાસ્ટિક મુકત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટીકનાં ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજયનાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, રાજયનાં મહત્વનાં મંદીરો પર વિશે વેન્ડીગ મશીન મુકવામાં આવ્યા છે.
જેનાથી કાપડની થેલી મેળવી શકાય છે. તે સિવાય રાજયના સાત મુખ્ય એસ.ટી. બસસ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટીકના બોટલના રીવર્સ વેન્ડીગ મશીન મુકવામાં આવ્યાં છે.
રાજયનાં મહત્વના મંદીરો જેમ કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી સાળંગપુર તથા ઈસ્કોન મંદીર પર ૧૪ મશીન મુકવામાં આવ્યાં છે. અહી આવતા શ્રધ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિકકો નાખીને અથવા તો કયુઆર ક્રોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદીરે દર્શનાથે આવતા ભાવીકો તરફથી આ પહેલ અંગગે સારો પ્રતીસાદ મળી રહયો છે. અને ૬૦ દિવસમાં પ હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પહેલને વધુ આગળ લઈ જવા માટે આગામી એક મહીનામાં અમુલ પાર્લરના રરપ૦ આઉટલેટ પર આ પ્રકારના મશીન મુકવામાં આવશે. આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.સી. બારડે જણાવ્યું હતું કે,રાજયમાં પ્લાસ્ટીકની થેનો ઉપયોગ બંધ થાય અને કાપડની થેલીનો ઉપયોગ વધુ થાય તે હેતુથી ખરીદીનાં સ્થળ પર જ એટીએમ મશીન લગાડવામાં આવ્યા છે.
જેથી વધુમાં વધુ લોકો લાભ થઈ શકે. આ જ રીતે રાજયના સાત મુખ્ય એસટી બસસ્ટેન્ડ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર,જામનગર, ભરૂચ તથા સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટીકની બોટલના રીવર્સ વેન્ડીગ મશીન મુકવામાં આવ્યા છે.
આ મશીનનો મદદથી સ્થળ પર જ પ્લાસ્ટીકની બોટલની ક્રશ કરીને તેનું રિસાકલીગ થાય છે. પ જુન ર૦ર૪ના વિશ્વ પર્યાવરણ દિવસે આ મશીનો કાર્યયરત કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી ૯પ૦૦થી વધુ પ્લાસ્ટીકની બોટલનું રિસાયકલીગ કરવામાં આવ્યું છે.