Western Times News

Gujarati News

અંગ્રેજો જે ત્રિપુટીથી ડરી ગયા હતા તે ત્રણમાં એક હતા શિવરામ હરી રાજગુરૂ

શિવરામ હરી રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1907 ના રોજ પુના જિલ્લાના ખેડ ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમને  23 માર્ચ 1931 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.  ભારતીય સ્વતંત્રતા સંગ્રામના  મુખ્ય ક્રાંતિકારી નેતા હતા.  ઈતિહાસમાં રાજગુરુની શાહદત એક મહત્વપૂર્ણ ઘટના હતી. 6 વર્ષની ઉંમરે વારાણસી વિદ્યાલયમાં સંસ્કૃત શિખવાની શરૂઆત કરી હતી.

નાની ઉમરમાં જ હિન્દુ ગ્રંથો, વેદ ભણી લઘુ સિધ્ધાંત કૌમુદી જેવો ગ્રંથ આખો મોઢે કરી લીધો હતો. વ્યાયામના શોખીન શિવરામ રાજગુરૂ છત્રપતિ શિવાજીના છાપલી યુધ્ધની શૈલીથી ખુબ જ પ્રભાવિત થયા હતા.

વારાણસીમાં ભણતાં ભણતાં તેમનો સંપર્ક ચંદ્રશેખર આઝાદ અને બીજા ઘણાં ક્રાંતિકારીઓ સાથે થયો હતો. ચંદ્રશેખર આઝાદની પાર્ટી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લીકમાં તરત જ જોડાઈ ગયા હતા. જયાં તેમની મુલાકાત ભગત સિંહ અને યતિન્દ્ર દાસ નામના યુવાનથી થાય છે રાજગુરુ એક સારા નિશાનેબાજ હતા.

19 ડિસેમ્બર 1928  રાજગુરુ,  ભગત સિંહ અને સુખદેવ સાથે મળીને બ્રિટિશ પોલીસ ઑફિસર જેપી સાન્ડર્સની હત્યા કરી. હકીકતમાં આમ કરવા પાછળનું કારણ લાલા લાજપતરાય પર પોલિસે કરેલા હુમલા બાદ લાલાના મોતનો બદલો લેવાનું હતું.  તેના પછી 8 એપ્રિલ 1929ને દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં હુમલા કરવા રાજગુરુનો સૌથી મોટો હાથ હતો. રાજગુરુ, ભગત સિંહ અને સુખદેવનો ડર બ્રિટિશ પ્રશાસક પર એવો હાવી થઈ ગયો હતો કે ત્રણેયને પકડવા માટે પોલીસનું વિશેષ અભિયાન ચલાવવું પડ્યું હતું.

પોલીસ અધિકારીની હત્યા બાદ રાજગુરુ નાગપુરમાં છુપાઈ ગયા હતા. ત્યાં તેમણે એક RSS કાર્યકરના ઘરે આશરો લીધો હતો. ત્યાં તેઓ ડૉ. કે.બી. હેડગેવારને મળ્યા, જેમની સાથે રાજગુરુએ આગળની યોજનાઓ બનાવી. તેઓ યોજનાને આગળ ધપાવી શકે તે પહેલા પોલીસે તેમની પુણે જતા રસ્તે ધરપકડ કરી હતી.

તે સમયના અંગ્રેજ અધિકારી સોંડર્સને જાનથી મારી નાંખવા નિકળેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને બચાવવા માટે ચંદ્રશેખર આઝાદે ઘણાં પ્રયત્નો કર્યા છતાં પણ ત્રણેય ક્રાંતિકારી પકડાઈ જાય છે અને 23 માર્ચ 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં તેઓને ફાંસી આપવામાં આવે છે.

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં સતલજ નદીના કિનારે હુસૈનવાલામાં ત્રણેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ પ્રાપ્ત તથ્યોના આધાર પર રાજગુરુનું મૂળ વતન રાજસ્થાન કે સિરોહી જીલ્લાનું કે અજારી ગામ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.