Western Times News

Gujarati News

ડીજીસીએએ એર ઇન્ડિયા પર લગાવ્યો ૯૦ લાખનો દંડ

નવી દિલ્હી, ડીજીસીએના જણાવ્યા મુજબ, એર ઈન્ડિયા લિમિટેડે બિન-પ્રશિક્ષિત લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર સાથે ફ્લાઇટનું સંચાલન કર્યું હતું, જેને જીજીસીએએ ગંભીર બેદરકારી ગણાવી હતી.

આના પર કાર્યવાહી કરતા ડીજીસીએએ ટાટા ગ્›પની માલિકીની એર ઈન્ડિયા પર ૯૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. દેશની એવિએશન રેગ્યુલેટરી બોડી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ ટાટા ગ્›પની માલિકીની એર ઈન્ડિયા પર રૂ. ૯૦ લાખનો દંડ ફટકાર્યાે છે.

નોન-ક્વોલિફાઈડ પાઈલટો સાથે વિમાન ઉડાડવા બદલ એર ઈન્ડિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીસીએએ આ બેદરકારી બદલ એર ઈન્ડિયાના ડાયરેક્ટર (ઓપરેશન્સ) પંકુલ માથુર અને ટ્રેનિંગ ડિરેક્ટર મનીષ વસાવડા પર ૬ લાખ રૂપિયા અને ૩ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

ડીજીસીએએ એક પ્રેસનોટ જારી કરીને કહ્યું છે કે સંબંધિત પાયલટને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા લિમિટેડે બિન-પ્રશિક્ષિત લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર સાથે ફ્લાઇટનું સંચાલન કર્યું હતું, જેને જીજીસીએએ ગંભીર બેદરકારી ગણાવી હતી. જેના કારણે મુસાફરોની સુરક્ષા પર અસર પડી શકે છે.

ડીજીસીએએ બેદરકારી બદલ એર ઈન્ડિયા પર ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે. તમને જણાવી દઈએ કે આ ઘટના એરલાઈન્સ દ્વારા ૧૦ જુલાઈના રોજ સબમિટ કરવામાં આવેલા સ્વૈચ્છિક રિપોર્ટ દ્વારા સામે આવી હતી. આ પછી રેગ્યુલેટરે એરલાઈનના ઓપરેશનની તપાસ કરી હતી.

આમાં દસ્તાવેજોની ચકાસણી અને સુનિશ્ચિત સુવિધાની તપાસનો સમાવેશ થાય છે. તપાસના આધારે જાણવા મળ્યું છે કે ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ડીજીસીએએ કહ્યું કે ૨૨ જુલાઈએ ફ્લાઈટ કમાન્ડર અને એરલાઈન અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી, જેના દ્વારા તેમને તેમની સ્થિતિ સમજાવવાની તક આપવામાં આવી હતી.

પરંતુ સંબંધિત સ્ટાફ સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ ગયો હતો. તેથી, ડીજીસીએએ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી અને દંડ લાદ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.