Western Times News

Gujarati News

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ “કવિશ્રી નર્મદ જન્મજયંતિ”

ર૪મી ઓગષ્ટ ૧૮૩૩ના દિવસે પુણ્ય સલિલા તાપી તટે વસેલ સુરતમાં જન્મેલા કવિશ્રી નર્મદએ “કલમ, હવે તો તારે ખોળે છઉં” કહીને માત્ર કલમની કમાણી પર જીવવાનો નિર્ધાર

સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મજયંતિ નિમિત્તે તા.ર૪/૦૮/ર૦ર૪ને શનિવારના રોજ સવારે ૮.૩૦ કલાકે આમલીરાન, ગોપીપુરા ખાતે આવેલ કવિશ્રી નર્મદના નિવાસસ્થાન “સરસ્વતી મંદિર” તથા સવારે ૯.૦૦ કલાકે ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે આવેલ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

ર૪મી ઓગષ્ટ ૧૮૩૩ના દિવસે પુણ્ય સલિલા તાપી તટે વસેલ સુરતમાં જન્મેલા કવિશ્રી નર્મદએ “કલમ, હવે તો તારે ખોળે છઉં” કહીને માત્ર કલમની કમાણી પર જીવવાનો નિર્ધાર કરનારે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નિબંધ, કોષ, જીવન કથા સહિત પ્રથમ આત્મકથા આપી છે. પ્રેમશૌય અંકિત કરનારા તથા સમાજમાં પ્રવર્તતી અંધશ્રઘ્ધા, કુરિવાજો સામે લડતાં લડતાં વિધવા પુનઃલગ્ન કરી

સમાજ સુધારાની ચળવળને આગળ ધપાવનાર “સુધારક યુગ” ના પ્રવર્તક એવા કવિશ્રી નર્મદની જન્મજયંતિ પ્રસંગે તા.ર૪/૦૮/ર૦ર૪ના રોજ સવારે ૮.૩૦ કલાકે સુરતના સપૂત કવિશ્રી નર્મદની ભાતીગળ સાંસ્કૃતિક વારસાની જાળવણી અર્થે આમલીરાન સ્થિત કવિશ્રી નર્મદના નિવાસસ્થાન “સરસ્વતી મંદિર” ખાતે માન.મેયરશ્રી દક્ષેશ માવાણી, ડે.મેયરશ્રી ડો. નરેશ એસ. પાટીલ,

શાસક ૫ક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન શ્રીમતી સોનલબેન દેસાઈ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદના કરી હતી. ત્યારબાદ કવિશ્રી નર્મદના નિવાસસ્થાન “સરસ્વતી મંદિર” ખાતેથી નીકળી તમામ મહાનુભાવો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ,

નર્મદપ્રેમી નગરજનોએ સવારે ૯.૦૦ કલાકે ચોકબજાર ગાંધી બાગ ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો દ્વારા કવિશ્રી નર્મદને પ્રિય લોકગીત “જય જય ગરવી ગુજરાત” અને “સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે” ના નારા સાથે કવિશ્રી નર્મદની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.