DCM શ્રીરામ એગવોટર ચેલેન્જના ફાઇનલિસ્ટ નાના ખેડૂતો માટે પાણીની કાર્યક્ષમતા વધારવા માટે કામ કરશે
- ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જમાં અલગ અલગ એગ્રો-ક્લાઇમેટિક ઝોનમાં 14 અત્યાધુનિક ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમાંથી ચારની પહેલા તબક્કા માટે પસંદગી કરાઈ જેણે રૂ. 2 કરોડના ઇનામ માટે સ્પર્ધા કરી
- ચાર માઇલસ્ટોન ગ્રાન્ટ મેળવનારના નામઃ EF Polymer, CultYvate, Industill અને Phyfarm. આ દરેકને રૂ. 15 લાખની માઇલસ્ટોન ગ્રાન્ટ આપવામાં આવશે
- ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન અને The/Nudge Prize 10 લાખ ખેડૂતો માટે પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે
અમદાવાદ, The/Nudge ઇન્સ્ટિટ્યૂટની સેન્ટર ફોર સોશિયલ ઇનોવેશન અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કચેરી (ભારત સરકાર) સાથેના સહયોગમાં ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન ગર્વભેર ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ માટે પ્રથમ મૂલ્યાંકનના પરિણામો જાહેર કરે છે. જૂન, 2023માં લોન્ચ કરાયેલી આ ચેલેન્જમાં ભારતના નાના ખેડૂતો, ખાસ કરીને ચોખા, ઘઉં, શેરડી અને કપાસ ઉગવતા ખેડૂતો માટે પાણીના ઉપયોગની કાર્યક્ષમતામાં પરિવર્તન લાવવા તથા ઉત્પાદકતા વધારવાના હેતુથી 14 અગ્રણી ટેક્નોલોજીઓને સાથે લાવવામાં આવી છે.
છેલ્લા 10 મહિનામાં આ ટેક્નોલોજીઓનો દેશના સૌથી મુશ્કેલ કૃષિવિષયક પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં અનેક એગ્રો-ક્લાઇમેટિક ઝોનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વતંત્ર થર્ડ-પાર્ટી ઇવેલ્યુએટર ઇકોસિયેટ કન્સલ્ટન્ટ્સ સાથેની ભાગીદારીમાં The/Nudge Prize ટીમ દ્વારા હાથ ધરાયેલા વ્યાપક પ્રાથમિક મૂલ્યાંકનમાં આકરી જ્યુરી પ્રોસેસ દ્વારા ચાર મહત્વના સંસ્થાનોને ઓળખવામાં આવ્યા છે અને તે ચેલેન્જના પહેલા તબક્કા તરફ હવે આગળ વધશે.
આ ચારેય સંસ્થાનો ચેલેન્જના આખરી રાઉન્ડ તરફ આગળ વધશે અને દરેકને રૂ. 15 લાખની માઇલસ્ટોન ગ્રાન્ટ આપવામાં આવશે. આ સંસ્થાનોમાં જમીનમાં ભેજ જાળવી રાખે તેવા બાયો-ઇનપુટ્સમાં વિશેષતા ધરાવતી EF Polymer, ખેતીમાં પાણીના મહત્તમ ઉપયોગ માટે એડવાન્સ્ડ એડવાઇઝરી સર્વિસ આપતી CultYVate, ચોક્સાઇપૂર્વકના પાણીના મેનેજમેન્ટ માટે ઇરિગેશન (સિંચાઈ) સિસ્ટમના ઓટોમેશનમાં નવીનતા લાવનારી Industill અને કૃષિમાં પાણીની કાર્યક્ષમતા વધારવા માટે સ્કેલેબલ સોલ્યુશન્સ વિકસાવનારી Phyfarmનો સમાવેશ થાય છે.
કુલ રૂ. 60 લાખ આ ફાઇનલિસ્ટ્સને આપવામાં આવશે અને તેમાંની દરેક સંસ્થા હવે પોસાય તેવી કિંમતે નાના ખેડૂતો માટે પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને નફાકારકતા વધારવા માટે તેમની ટેક્નોલોજીઓને આગળ લઈ જવા પર ધ્યાન આપશે. ચેલેન્જનો આખરી તબક્કો સપ્ટેમ્બર, 2024થી શરૂ થશે અને વિજેતાને ફેબ્રુઆરી, 2025માં જાહેર કરવામાં આવશે. સૌથી પ્રભાવશાળી અને આગળ લઈ જઈ શકાય તેવા ઇનોવેશનને રૂ. 2 કરોડનું ઇનામ અપાશે જે તેને ટકાઉ કૃષિ હસ્તક્ષેપો માટે ઉપલબ્ધ સૌથી મોટી રકમની ગ્રાન્ટ્સ પૈકીની એક બનાવે છે.
ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના અમન પન્નુએ આ ચેલેન્જ અંગે જણાવ્યું હતું કે “ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જ એ કૃષિમાં, ખાસ કરીને ભારતના કૃષિ અર્થતંત્રની કરોડરજ્જુ રહેલા નાના ખેડૂતો માટે પાણીને લગતા પડકારોનું નિરાકરણ શોધવાના હેતુથી રચાયેલી એક મહત્વની પહેલ છે. પ્રાથમિક મૂલ્યાંકને અનેક મહત્વપૂર્ણ નવીનતાઓની સંભાવના પર પ્રકાશ પાડ્યો છે જે પાણીના સંવર્ધન તથા વધુ સારી ઉત્પાદકતામાટે મહત્વપૂર્ણ પ્રદાનનું વચન આપે છે. આ મૂલ્યાંકન પ્રક્રિયા ખૂબ જ જટિલ અને બે મહિનાના લાંબા સમય સુધી ચાલી હતી અને આઠ રાજ્યોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.
આ મુલાકાતોમાં જે-તે પસંદ કરાયેલી ટેક્નોલોજીનું ઓન-ગ્રાઉન્ડ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને આ નવીનતાઓની અસર તથા અસરકારકતાને માપવા માટે હજારો ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. હું આ સમસ્યાના નિરાકરણ બદલ અને માઇલસ્ટોન ગ્રાન્ટ મેળવવા બદલ ચાર વિજેતા સંસ્થાનોને અભિનંદન પાઠવું છું. આપણે હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે આ ટેક્નોલોજીઓ પ્રગતિ સાધીને અને કેવી રીતે દેશભરના કરોડો ખેડૂતોના જીવન પર સાર્થક અસર કરે છે તે જોવા માટે રોમાંચિત છીએ.”
The/Nudge Prizeના ડિરેક્ટર કનિષ્કા ચેટર્જીએ જણાવ્યું હતું કે “કૃષિમાં અસરકારક રીતે પાણીના ઉપયોગમાં નવીનતા લાવવી એ ભારતમાં નાના ખેડૂતોના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. કૃષિ-જળ પડકારો માટે ઉપાયો શોધવામાં પ્રગતિ જોવા મળી છે પરંતુ સીમાંત ખેડૂતો માટે પોસાય તેવા દરે અને સુલભ હોય તેવા મોડલ્સની હજુ અછત છે.
ડીસીએમ શ્રીરામ એગવોટર ચેલેન્જના પ્રાથમિક મૂલ્યાંકનોએ દર્શાવ્યું છે કે આપણા ખેડૂતોને જમીનની ઉત્પાદકતાની જટિલ પાણીની સમસ્યાઓ, કિંમત અને બજારની અસ્થિરતાનો જે સામનો કરવો પડે છે તેનું નિરાકરણ લાવવા માટે અમલમાં મૂકી શકાય અને આગળ લઈ જઈ શકાય તેવા સોલ્યુશન્સ છે. આ ચેલેન્જ આ પડકારોના સમાધાન માટે ઝડપથી શોધવા, દર્શાવવા અને અમલમાં મૂકવા માટેના સોલ્યુશન્સ માટે એગટેકને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે. કૃષિમાં પાણીની કાર્યક્ષમતા વધારીને આ નવીનતાઓ ભારતભરના 150 મિલિયનથી વધુ ખેડૂતોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરવાની સંભાવના ધરાવે છે.”
હેમેન્દ્ર માથુર (ભારત ઇનોવેશન ફંડ), અરૂણા પોહલ (આઈએફએચડી), વિલાસ શિંદે (સહ્યાદ્રી ફાર્મ્સ) અને ઇમ્મેન્યુઅલ મરે (કાસ્પિયન) સહિતની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલે સ્પર્ધામાં ભાગ લેતી સંસ્થાઓ સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ હાથ ધરી હતી. આ પેનલે ભારતના નાના ખેડૂતોમાં વ્યાપકપણે અપનાવાય તે માટે પાણીના વપરાશની કાર્યક્ષમતા અને તેની સ્કેલેબિલિટી વધારવા માટે આ ટેક્નોલોજીઓની સંભાવનાનું મૂલ્યાંકન કર્યું હતું.
ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન મોટાપાયે જળ સંવર્ધન કરે તેવી નવીનતાઓ અને પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને ખેતીમાં પાણીના બિનઅસરકારક ઉપયોગની હાલની સ્થિતિને પડકારવા માટે પ્રતિબદ્ધ છે. The/Nudge Prize ભારતની છેવાડાના સ્તરની 30 ટકા વસ્તી, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોના આજીવિકાના પડકારોનું સમાધાન લાવવા માટે સોલ્યુશન્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.