Western Times News

Gujarati News

ગોલફેસ્ટ કોન્ક્લેવ 2024માં મેક લુબ્રિકન્ટ્સે ‘બ્રાન્ડ ઓફ ધ ડીકેડ’ એવોર્ડ જીત્યો

મુંબઈ,ભારતની ‘શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર’ મહારત્ન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ અને દેશની બીજી સૌથી મોટી એનર્જી PSU, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (BPCL) ગર્વપૂર્વક જાહેરાત કરી કે તેની પ્રિમીયમ બ્રાન્ડ, મેક લુબ્રિકન્ટ્સને હેરાલ્ડ ગ્લોબલ અને બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (BARC) દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ, ‘બ્રાન્ડ ઓફ ધ ડિકેડ એવોર્ડ 2024’ આપવામાં આવ્યો છે. MAK LUBRICANTS WINS ‘BRAND OF THE DECADE’ AT GOALFEST CONCLAVE 2024.

આ વિશિષ્ટ સન્માન, મેક લુબ્રિકન્ટ્સની છેલ્લાં દસ વર્ષોમાં બ્રાન્ડની સફળતાની વિશેષતાઓ, શ્રેષ્ઠતા, નવીનતા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે. આ એવોર્ડ મેક લુબ્રિકન્ટ્સની, બજારના સતત વિકસતા પરિવર્તનોને નિરંતર અપનાવવાની સાથે-સાથે મજબૂત ગ્રાહક વફાદારી બનાવવા અને ટકાવી રાખવાની ક્ષમતાને પ્રકાશિત કરે છે. શ્રી સોહેલ અખ્તર, ચીફ જનરલ મેનેજર (લ્યુબ્સ), એ મુંબઈમાં ગોલફેસ્ટ કોન્ક્લેવ 2024માં મેક લુબ્રિકન્ટ્સ ટીમ વતી એવોર્ડ પ્રાપ્ત કર્યો.

આ ઉપરાંત, BPCLના બિઝનેસ હેડ (લ્યુબ્સ) શ્રી સુભાંકર સેનને તે જ કાર્યક્રમમાં ‘માર્કેટિંગ મિસ્ટર એવોર્ડ 2024’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ માન્યતા બ્રાન્ડની વૃદ્ધિને આગળ વધારવા અને વિવિધ પ્રકારના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરવામાં શ્રી સેનના અસાધારણ નેતૃત્વની ઉજવણી કરે છે. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, શ્રી સેને ગ્રાહકો સાથે મજબૂત જોડાણ જાળવવામાં મેક લુબ્રિકન્ટ્સ ટીમના અથાક પ્રયાસોને સ્વીકારીને તેમનો આભાર વ્યક્ત કર્યો.

ક્ષેત્ર વિશેની માહિતી અને સફળતાની વાર્તાઓ માટેનું એક અગ્રણી પોર્ટલ, હેરાલ્ડ ગ્લોબલ એવી બ્રાન્ડ્સને બ્રાન્ડ ઓફ ધ ડીકેડએવોર્ડ આપે છે જેણે બજારમાં સતત મજબૂત હાજરી બનાવી છે અને જાળવી રાખી છે. માર્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને માર્કેટિંગ મિસ્ટરએવોર્ડ આપવામાં આવે છે.

આ પ્રતિષ્ઠિત માન્યતાઓ અવિરત સમર્પણ, નવીનતા અને ટીમવર્કનો પુરાવો છે જે મેક લુબ્રિકન્ટ્સ પરિવાર અને BPCL ને વ્યાખ્યાયિત કરે છે. તેઓ ગુણવત્તા, વિશ્વસનીયતા અને ગ્રાહક સંતોષ પ્રદાન કરવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે ભારતમાં એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે મેક લુબ્રિકન્ટ્સની સ્થિતિ મજબૂત કરે છે અને વૈશ્વિક મંચ પર સતત સફળતા માટે માર્ગ મોકળો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.