Western Times News

Gujarati News

મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપઃ મોદી

જલગાંવમાં પીએમ મોદીનું મોટું નિવેદન

(એજન્સી)જલગાંવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો અને જાહેર સભાને સંબોધી હતી. કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના આક્રોશ વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ.

વડાપ્રધાને કહ્યું કે, ગુનેગારોને બક્ષવામાં નહી આવે. ગુનેગારોને રક્ષણ આપનારાઓને પણ બક્ષવામાં નહીં આવે. તેમણે કહ્યું, હાસ્પિટલ, સ્કૂલ, કાલેજ, પોલીસ વિભાગ, જે પણ આમાં સામેલ હોય તેની સામે પગલાં લેવા જોઈએ. સરકારો આવતી-જતી રહે છે આપણે આપણી મહિલાઓની સુરક્ષા કરવી પડશે. મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષને કહીશ અને રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. ગુનેગાર કોઈ પણ હોય, તેને બક્ષવામાં ન આવે. જેઓ તેને કોઈપણ રીતે મદદ કરે છે તેઓને બચાવવું જોઈએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય કે પોલીસ તંત્ર… ગમે તે સ્તરે બેદરકારી હોય, બધાનો હિસાબ મળવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે અમે કાયદાને વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ. અગાઉ એવી ફરિયાદો હતી કે હ્લૈંઇ નોંધવામાં આવતી નથી અમે મ્દ્ગજી લાવ્યા અને તેમાં ઘણા સુધારા કર્યા. જો મહિલા પોલીસ સ્ટેશન જવા માંગતી નથી તો તે ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે અને ઈ-એફઆઈઆરમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. લગ્ન પછી મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની ફરિયાદો આવતી હતી અમે મ્દ્ગજીમાં સુધારા કર્યા છે. મહિલાઓ સામેના ગુનાઓ માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની માતૃશક્તિએ હંમેશા સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મોટું યોગદાન આપ્યું છે અને આજે જ્યારે આપણો દેશ વિકસિત બનવા માટે સખત મહેનત કરી રહ્યો છે, ત્યારે ફરીથી આપણી માતૃશક્તિ આગળ આવી રહ્યું છે. ઁસ્એ કહ્યું, આજે હું તમને પડકાર આપું છું એક બાજુ અગાઉની સરકારોના સાત દાયકા અને બીજી બાજુ મોદી સરકારના ૧૦ વર્ષ… મોદી સરકારે જે કામ કર્યું છે તેટલું કામ કરો.

દેશની બહેનો-દીકરીઓ આઝાદી પછી કોઈ સરકારે આવું કર્યું નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સરકાર દરેક સેક્ટરને દીકરીઓ માટે ખોલી રહી છે જ્યાં એક સમયે તેમના પર નિયંત્રણો હતા. આજે ત્રણેય સેનામાં મહિલા અધિકારીઓ અને ફાઈટર પાઈલટને તૈનાત કરવામાં આવી રહી છે. આજે, મોટી સંખ્યામાં દીકરીઓ ગામડાઓમાં ખેતી અને ડેરી ક્ષેત્રથી માંડીને સ્ટાર્ટ-અપ ક્રાંતિ સુધીના વ્યવસાયોનું સંચાલન કરી રહી છે.

વધુમાં કહ્યું કે, ‘અમારી સરકારે દીકરીઓ માટે દરેક ક્ષેત્રો ખુલ્લા મુક્યાં છે, જ્યાં એક સમયે તેમના પર નિયંત્રણો હતા. આજે ત્રણેય સેનામાં મહિલા અધિકારીઓ અને ફાઈટર પાઈલટ તૈનાત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.