Western Times News

Gujarati News

પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ અંગે આગાહી

છૂટા છવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની આગાહીનાં પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુર્વ તૈયારી હાથ ધરાઈ

જિલ્લા પંચાયત કચેરી, પાટણ ખાતે ૦૨૭૬૬-૨૩૨૫૨૧ ટેલિફોન નંબર સાથે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો

(માહિતી બ્યુરો, પાટણ) પૂર્વ રાજસ્થાન અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ વિસ્તાર પરના ડીપ ડિપ્રેશનની અસરોની સંભાવનાઓ તથા હવામાન વિભાગની તા.૨૬/૦૮/૨૦૨૪ના રોજની આગાહીને ધ્યાને લેતાં. પાટણ જિલ્લામાં આગામી દિવસો માટે વરસાદ અંગે આગાહી કરવામાં આવેલ છે. છૂટા છવાયા સ્થળોએ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આગાહીને ધ્યાને લેતાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબની પુર્વ તૈયારી હાથ ધરવામાં આવેલ છે.

  • પાટણ જિલ્લાના તમામ તાલુકામાં વર્ગ-૧ કક્ષાના લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવેલ છે.
  • તમામ લાયઝન અધિકારીશ્રીઓને તેઓના હસ્તકના તાલુકાના વિસ્તારમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તાલુકા કક્ષાના તમામ ખાતાના અધિકારીશ્રીઓના સંપર્કમાં રહી, હવામાન વિભાગની આગાહી સબંધે જરુરી તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવેલ છે.
  • જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સંભાવનાઓને ધ્યાને લેતાં, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), તમામ લાયઝન અધિકારીશ્રી તથા તમામ મામલતદારશ્રીઓ વગેરે અધિકારીશ્રીઓને જરૂરી તકેદારીનાં પગલાં લેવા તથા લોકોના સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થવાના સમયે યોગ્ય આશ્રય સ્થાનો તથા તેને આનુષાંગિક જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવવામાં આવેલ છે.
  • તમામ તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધી ક્લોક ૨૪*૭ તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવેલ છે.
  • જિલ્લા પંચાયત કચેરી, પાટણ ખાતે ૦૨૭૬૬-૨૩૨૫૨૧ ટેલિફોન નંબર સાથે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે.
  • જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ નં. ૦૨૭૬૬-૨૨૪૮૩૦ તથા ૧૦૭૭ સાથે રાઉન્ડ ધી કલોક ૨૪*૭ કંટ્રોલ રૂમ કાર્યરત છે.
  • જિલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર, પાટણ ખાતે લાઇફ જેકેટ અને લાઇફ રીંગ જેવા બચાવના સાધનો સ્ટેંડ બાય રાખવામાં આવેલ છે.
  • હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લેતાં, એક SDRF ટુકડી જિલ્લા હેડક્વાર્ટર ખાતે ડીપ્લોય કરી, સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
  • જિલ્લાના તમામ વર્ગ ૧, વર્ગ-૨ તથા વર્ગ-૩ સહિત તમામ અધિકારીશ્રી / કર્મચારીઓને હેડક્વાર્ટરમાં ફરજિયાત હાજર રહેવા, મંજુરી વિના હેડ ક્વાર્ટર નહિ છોડવા તથા રજા પર હોય તેમને તાત્કાલિક ફરજ ઉપર પરત ફરવા માન.જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.