Western Times News

Gujarati News

ભરૂચના મક્તમપુર રોડ ઉપર વૃંદાવન કોમ્પ્લેક્ષ અત્યંત જર્જરિત બનતા વેપાર,ધંધા તથા રહેણાંક લોકોના માથે ભય

ભરૂચ નગર પાલિકા અને બિલ્ડરે સામસામે નોટિસો સીલસીલો રહેતા લોકો એ ઈમારત પર ભયજનક ના ર્હોડિંગ્સ લગાવ્યા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર ના મક્તમપુર રોડ પર આવેલ વૃંદાવન કોમ્પ્લેક્ષ ના ત્રીજા અને ચોથા માળ ની ઈમારત અત્યંત જર્જરિત અને બિસ્માર હોવાના કારણે સ્લેબો ધસી પડતાં હોવા છતાં ભરૂચ નગર પાલિકા અને બિલ્ડર વચ્ચે ના વિવાદ માં લોકો ભય ના ઓઠા હેઠળ રહેણાંક તથા વેપાર ધંધો કરી રહ્યા હોવાના ઘટસ્ફોટ સાથે કેટલાક લોકો એ કોઈ નિર્દોષ નો ભોગ ન લેવાય તે માટે જર્જરિત ઈમારત પર ભયજનક ના ર્હોડિંગ્સ લગાવી લગાવી ચેતવણી ના બેનર લગાવ્યા છે.

ભરૂચ નગર પાલિકા જર્જરિત ઈમારતો ધરાવતા કોમ્પ્લેક્ષ ના માલિકો ને પોતાની ઈમારત ઉતારી લેવા માટે નોટિસ આપતી હોય છે પરંતુ ભરૂચ નગર પાલિકા ની હદ માં આવેલ મક્તમપૂર રોડ ઉપર ના વૃંદાવન કોમ્પ્લેક્ષ ની ઈમારત નો ત્રીજો અને ચોથો માળ ની ઈમારત અત્યંત જર્જરિત અને જોખમી હોઈ અને ઘણીવાર ત્રીજા અને ચોથા માળ ના સ્લેબો ધસી પડતાં હોઈ છતાં પણ સ્થાનિક રહીશો એ ભરૂચ નગર પાલિકા અને બિલ્ડર ને ઉપર ની ઈમારત ઉતારી લેવા માટે વારંવાર રજૂઆત અને જાણ કરવા છતાં ભરૂચ નગર પાલિકા એ જર્જરિત ઈમારત ઉતારવા માટે હાથ ઊંચા કરવા માટે બિલ્ડર પિયુષ શાહ ને પોતાની ઈમારત નો જર્જરિત હિસ્સો ઉતારી લેવા માટે ગત તારીખ ૨૦-૧૨-૨૦૧૮ ના રોજ લેખિત નોટિસ પાઠવી તે જ નોટિસ નું ર્હોડિંગ બનાવી ભરૂચ નગર પાલિકા એ જર્જરિત ઈમારત નજીક લગાડી દઈ સમગ્ર ઘટના માંથી હાથ ઊંચો કરવાનો પ્રયાસ કર્યો છે.

તો બીજી તરફ અત્યંત જર્જરિત ઈમારત માં વસવાટ કરતા અને વેપાર ધંધો કરતાં વેપારીઓ એ પણ લોકો ની સુરક્ષા માટે ચેતવણી નું બોર્ડ લગાવ્યું છે જેમાં જણાવ્યું છે કે વૃંદાવન કોમ્પ્લેક્ષ ના ઉપર ના મંજલા ની હાલત ભયજનક છે.ભરૂચ નગર સેવા સદનને ઉતારી પાડવા માટે સૂચના આપેલ છે.ધણી વખત ઉપર થી તેના સ્લેબો નીચે પડે છે જેનાથી જાનહાની જોખમ છે.કોમ્પ્લેક્ષ માં આવનાર વ્યક્તિ એ તેમની જાન ના જોખમે પ્રવેશ કરવો નહિ.સદર ઈમારત ને નીચે ઉતારવાની કામગીરી થોડા સમય માં હાથ ધરાવાની છે તે સમય દરમ્યાન કોમ્પ્લેક્ષ ની તમામ દુકાનો અને ફ્‌લેટ બંધ રાખવા જાણવામાં આવેલ છે.
પરંતુ આ ર્હોડિંગ્સ લાગ્યા ને એક વર્ષ વીતવા છતાં આજદીન સુધી જર્જરિત ઈમારત નો હિસ્સો ઉતારવામાં ન આવતા સમગ્ર જર્જરિત ઈમારત ગમે ત્યારે ધસી પડે અથવા જમીન દોષત થાય તો અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે તેમ છે.ત્યારે ભરૂચ નગર પાલિકા અને બિલ્ડર વચ્ચે ની લડાઈ માં લોકો પોતાના જીવ ના જોખમે વેપાર ધંધો પણ ચલાવી રહ્યા છે અને લોકો રહેણાંક પણ કરી રહ્યા છે.ત્યારે આ સમગ્ર જર્જરિત ઈમારત ધસી પડે અને નિર્દોષ લોકો જીવ ગુમાવે તો જવાબદાર કોણ? ત્યારે સ્થાનિકો ની ભયજનક ઈમારત ઉતારી લેવા માંગ ઉઠવા પામી છે.

મક્તમપુર ના મુખ્ય માર્ગ પરનું ભયજનક કોમ્પ્લેક્ષ લોકો માટે જોખમી
સતત વાહન વ્યવહાર થી ધમધમતા વિસ્તાર એવા મક્તમપુર રોડ ઉપર ના વૃંદાવન કોમ્પ્લેક્ષ નો ત્રીજો અને ચોથો માળ અત્યંત જર્જરિત હોવા છતાં બિલ્ડર અને નગર પાલિકા એ સામસામે જર્જરિત કોમ્પ્લેક્ષ નજીક નોટિસો અને ચેતવણી ના ર્હોડિંગ્સ લગાવી સંતોષ માણી રહ્યા છે પરંતુ આ જર્જરિત ઈમારત નું કોમ્પ્લેક્ષ ધસી પડે અને વાહન ચાલક કે રાહદારી કે પછી કોમ્પ્લેક્ષ ના રહેતા અથવા તો કોમ્પ્લેક્ષ ના વેપારી ઉપર પડે અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ?ત્યારે ભરૂચ નગર પાલિકા કે જીલ્લા વહીવટી તંત્ર ભયજનક ઈમારત ને ઉતારી લેવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.