Western Times News

Gujarati News

ICICI બેંક ગ્રીન એનર્જી અને સામુદાયિક કાર્યક્રમોમાં મુખ્ય પ્રગતિ સાથે ટકાઉપણું પ્રયત્નોને મજબૂત બનાવે છે

મુંબઈ: ICICI બેંકનો તાજેતરનો અહેવાલ તેના ટકાઉપણાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છેબેંકે પુનઃપ્રાપ્ય ઉર્જાને માપવામાંગ્રામીણ શાળાઓમાં સૌર ઉર્જા સ્થાપનોને વધારવામાં અને જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છેસમગ્ર ભારતમાં જવાબદાર વૃદ્ધિ અને સામાજિક અસર માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.

ICICI બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સંદીપ બત્રાએ જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ બેંકનો પાંચમો વાર્ષિક પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ રિપોર્ટ અને તેની ટકાઉ સંસ્થા તરીકે સ્થાપિત થવાના પ્રવાસમાં મેળવેલ સિદ્ધિઓ અને જારી પ્રતિબદ્ધતાઓ રજૂ કરવા બદલ ઉત્સુક છું. અમે જોખમ અને અનુપાલનના સિદ્ધાંતોના યોગ્ય સંતુલન સાથે વન બેંક, વન ટીમ અને ફેર ટુ કસ્ટમર, ફેર ટુ બેંકના મુખ્ય સિદ્ધાંતો સાથે જવાબદાર ગ્રોથની અમારી વ્યૂહરચના પર મદદ કરી રહ્યા છીએ.

 પર્યાવરણીય મોરચે, આઈસીઆઈસીઆઈ બેન્કે નાણાકીય વર્ષ 2023-24માં રિન્યુએબલ એનર્જીનો વપરાશ ચારગણો વધારી 7.57 કરોડ kWh કર્યો છે અને ગ્રામીણ શાળાઓમાં સૌર ઉર્જા પ્રોજેક્ટનો વિસ્તાર કર્યો છેનાણાકીય વર્ષ 2022થી 3,180 શાળાઓમાં 9,970 kWની ઉર્જા ક્ષમતા સ્થાપિત કરી છે. આઈસીઆઈસીઆઈ બેન્કે 19 રાજ્યોમાં 53 જંગલો અને વન્યજીવ અભયારણ્યોના સંરક્ષણના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય વન્ય વિભાગો સાથે ભાગીદારી પણ કરી છે, અને 13 જંગલોમાં 4115 હેક્ટર વિસ્તારમાં હરિયાળા ખેતરો પુનઃ સ્થાપિત કર્યા છે. બેંક નાણાકીય વર્ષ 2032 સુધીમાં સ્કોપ-1 અને સ્કોપ-2 એમિશનમાં કાર્બન ન્યુટ્રલ બનવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.

A pond created at INS Dronacharya in Fort Koch Kerala

 સંદીપ બત્રાએ ઉમેર્યું હતું કે, અમારી પાણી અને કચરા વ્યવસ્થાપન પહેલો પર્યાવરણ પર થતી અસરો ઘટાડવા પર ભાર મૂકે છે. બેંકની કામગીરીમાં ટકાઉ ગતિવિધિઓના એકીકરણ તરફ મળતી સફળતા અમને નાણાકીય વર્ષ 2032 સુધીમાં સ્કોપ-1 અને સ્કોપ-2 એમિશન્સમાં કાર્બન ન્યુટ્રલ બનવાના અમારા લક્ષ્યને ઝડપથી હાંસલ કરવાની ખાતરી આપે છે.

 કૃષિ અને જળ સંરક્ષણમાં આઈસીઆઈસીઆઈ બેન્કે વર્ષ 2021થી અત્યારસુધીમાં 505 ક્રોપ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કર્યા છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24માં કુલ 104 યુનિટ્સ સ્થાપિત કર્યા હતા. બન્કની જળ સંરક્ષણ પહેલોએ 2570 કરોડ લીટરની વાવેતર ક્ષમતા સર્જી છએ, જેનો લાભ 6800 શાળાઓને થયો છે. 1180 જળ સંસ્થાઓને પુનઃસ્થાપિત પણ કરી છે. વધુમાં આઈસીઆઈસીઆઈ બેન્કે હિમાલય પ્રદેશમાં નાણાકીય વર્ષ 2021-22થી 99 પગપાળા બ્રિજ બાંધ્યા છે, જે અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી સેવાઓની ઉપલબ્ધતામાં સુધારો કરી રહી છે.

 આઈસીઆઈસીઆઈ બેંક માટે હેલ્થકેર આજે પણ પ્રાથમિકતા ધરાવે છે. આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન મારફત બેન્કે કેન્સર કેર, કાર્ડિયાક કેર, અને ઈમરજન્સી સેવાઓમાં વિવિધ પહેલોને સમર્થન આપ્યું હતું. નાણાકીય વર્ષ 2023-24માં 500 હોસ્પિટલોમાં 2.1 લાખ લોકોએ સારવાર મેળવી હતી. બેન્કે ટાટા મેમોરિયલ સેન્ટર સાથે ભાગીદારીમાં ત્રણ નવી ઈન્સ્ટીટ્યૂટ સ્થાપિત કરવાની સાથે હેલ્થકેર સુવિધાઓમાં સતત સુધારો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 આઈસીઆઈસીઆઈ બેંકનું ગવર્નન્સ માળખું સનિશ્ચિત કરે છે કે, આ પહેલો ઉચ્ચ નૈતિક ધોરણો સાથે સુસંગત છે. 31 માર્ચ2024 સુધીમાં બેંકનો ટકાઉ ફાઈનાન્સિંગ પોર્ટફોલિયો રૂ. 68528 કરોડ સુધી પહોંચ્યો છે. જેમાં ગ્રીન ફાઈનાન્સિંગ પર મજબૂત ફોકસ ધરાવે છે. આ પહેલો અને સીએસઆર ખર્ચમાં વધારો કરતાં આઈસીઆઈસીઆઈ બેંક સકારાત્મક પરિવર્તન અને લાંબા ગાળાની વૃદ્ધિને વેગ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.