Western Times News

Gujarati News

દહેજની ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝના વેર હાઉસમાં ધડાકા સાથે આગ કેવી રીતે લાગી

(પ્રતિનિધિ) ભરૂચ, દહેજમાં ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કંપનીના વેર હાઉસમાં પ્રોટેશીયમ પરમેનગેનેટના રીપેકીંગ પ્રકિયા દરમ્યાન પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળતા એક સમયે કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી નજરે પડતા ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસોમાં જોતરાઈ ગયા હતા.આજ્ઞા પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થતા પોલીસ,ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ,જીપીસીબી સહિતના વિભાગો ધટના સ્થળે દોડી આવી હતી.

ભરૂચ જીલ્લાની દહેજ ઉદ્યોગ નગરી ખાતેની ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કંપનીમાં મંગળવારની સાંજના સુમારે કંપનીમાં આવેલા વેર હાઉસમાં પ્રોટેશીયમ પરમેનગેનેટ રીપેકિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન ધુમાડા થયા હતા.જે ધુમાડા બાદ એકાએક પ્રચંડ બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી.જોકે બ્લાસ્ટના પગલે ભયંકર આગ લાગતા કંપની સંકુલમાં કામદારોની નાસભાગ મચી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધીથી લોકોએ નિહાળ્યા હતા અને આગ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતાની સાથે જ લશ્કરો ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણી તેમજ ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કંપનીમાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને કંપની બહાર ભેગા થઈ ગયા હતા.જેથી ઘટના સ્થળે દહેજ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.આગની ઘટનાની જાણ થતા જ ડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.આગની ઘટના બાદ બોઈલર ઈન્સ્પેકટર સહિતની ટીમો પણ કંપની ખાતે પહોંચી હતી અને તપાસ હાથધરી હતી.

ડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ભરૂચના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે કંપનીના વેરહાઉસમાં કન્ટેનર લોર્ડ કરવા માટે પ્રોટેશિયમ પરમેનગેનેટની રીપેકિંગ પ્રક્રિયા ચાલી રહી હતી તે વેળા આ ઘટના બની છે.ઈજાગ્રસ્તનો જે વિડીયો વાયરલ થયો છે તે વીડિયોમાં દેખાતા ઈસમને રાત્રીના સમયે ભરૂચ અધિક કલેકટરની હાજરીમાં સમગ્ર ઘટનાની પૂછપરછ કરવામાં આવી છે

કોઈપણ આ કોઈપણ જાતની જાનહાની થઈ નથી અને બનાવ વાળી જગ્યાને સીલ કરી જ્યાં સુધી તેનું નિરીક્ષણ અને ચકાસણી ન થાય ત્યાં સુધી તે એરીયાને વાપરવામાં ન આવે તેની જાણ કંપની સત્તાધીશોને કરવામાં આવી છે.

ભરૂચ જીપીસીબીના રીજનલ ઓફિસર કિશોરસિંહ વાધમસિંહ સાથે ટેલિફોનિક વાતચીત તેઓએ જણાવ્યું હતું કે જે ગોડાઉનમાં આગ લાગી હતી તે જગ્યા ઉપર અમારા વિભાગ દ્વારા ઘટના સ્થળનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું છે અને પ્રાથમિક તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ અમારી વડી કચેરીએ મોકલીશું.

ઘટના સ્થળે પહોંચેલા દહેજ ગ્રામ પંચાયતના સરપંચ જયદીપસિંહ રણાએ ઉશ્કેરાય કંપની સત્તાધીશો સાથે અપશબ્દો ઉચ્ચારતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં અનેક વિવોદોમાં રહેલા સરપંચ પુનઃ એકવાર વિવાદમાં આવ્યા હતા.તો કંપનીના સત્તાધીશ સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે આગળ વિચારીશું હમતા તો કંપનીના પ્રેસિડન્ટ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કંપનીમાં લાગેલી ભયંકર આગના પગલે હવામાં ધુમાડાના ગોટેગોટા ઉડતા આસપાસના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તફલીફ પડી હોવાની પણ બુમો ઉઠવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.