Western Times News

Gujarati News

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા અધિકારીઓને તાકીદ

જામનગર જિલ્લામાં એનડીઆરએફએસડીઆરએફમરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમઆર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત12 લોકોને એરલિફ્ટ કરાયા450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટરશ્રી બી. કે. પંડ્યા અને કમિશનરશ્રી ડી. એન. મોદીએ મુખ્યમંત્રીશ્રીને વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કેજામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓફાયર વિભાગએરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

 

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.

બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેઓએ લોકોના રેસ્કયુની કામગીરીડેમો તથા રોડ-રસ્તાની સ્થિતિપીજીવીસીએલકોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી વિષે ચર્ચા કરી હતી. કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોશ્રીએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસક્યૂસ્થળાંતરની કામગીરી તેમજ ફૂડપેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં કેબિનેટમંત્રીઓશ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મૂળુભાઈ બેરામુખ્ય સચિવશ્રી રાજકુમારસાંસદશ્રી પૂનમબેન માડમજામનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરમેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યાધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડાશ્રી દિવ્યેશભાઈ અકબરીશ્રીમતી રીવાબા જાડેજાડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાજિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજજિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુઅગ્રણીઓશ્રી રમેશભાઈ મુંગરાવિમલભાઈ કગથરાપદાધિકારીશ્રીઓઅન્ય અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.