Western Times News

Gujarati News

જસ્ટિસ હિમા કોહલી ૧ સપ્ટેમ્બરે નિવૃત્ત થશે

નવી દિલ્હી, ત્રણ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવનાર જસ્ટિસ હિમા કોહલી ૧ સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેણીને ‘કામ કરતી મહિલાઓના અધિકારોની મજબૂત રક્ષક’ તરીકે ઓળખવામાં આવશે. જસ્ટિસ કોહલીને ૨૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.

અગાઉ, તેઓ દિલ્હી હાઈકોર્ટમાંથી તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું, ‘જસ્ટિસ કોહલી સાથે બેસીને ખૂબ જ આનંદ થયો. અમે ખૂબ ગંભીર વિચારો પર વાત કરી છે અને ચર્ચા કરી છે.

એવી ઘણી વખત આવી છે જ્યારે તેણે મને સપોર્ટ કર્યાે છે. હિમા, તમે માત્ર એક મહિલા ન્યાયાધીશ જ નહીં પરંતુ મહિલા અધિકારોની કટ્ટર રક્ષક પણ છો.તેમને ૨૦૦૬માં દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે ૨૦૦૭માં કાયમી જજ બની હતી.

જસ્ટિસ હિમા કોહલીના રાજીનામા પછી, સુપ્રીમ કોર્ટમાં માત્ર બે મહિલા જજ રહી જશે – જસ્ટિસ બીવી નાગરથના અને બેલા એમ ત્રિવેદી. સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ૩૪ જજોની મંજૂર સંખ્યા છે.જસ્ટિસ હિમા કોહલીનું બાળપણ દિલ્હીમાં વીત્યું હતું.

તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ થોમસ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક થયા હતા. આ પછી તેમણે ઈતિહાસમાં એમએની ડિગ્રી (ઓનર્સ) મેળવી. તેમણે ૧૯૮૪માં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યાે હતો.

જસ્ટિસ કોહલીએ ૧૯૮૪માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરી અને દિલ્હીની કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે સુનંદા ભંડારેની ચેમ્બરમાં કામ કર્યું, જેમને પાછળથી દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના પદ પર ઉન્નત કરવામાં આવ્યા.

આ પછી તેઓ વાયકે સભરવાલ અને પછી વિજેન્દ્ર જૈનની ચેમ્બરમાં જોડાયા. રસપ્રદ વાત એ છે કે તેમની સાથે કામ કરતી વખતે ત્રણેય વકીલો હાઈકોર્ટના જજ બન્યા હતા.સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ૮૧ માંથી ૩૭ ચુકાદાઓ લખ્યા. તેણી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચનો ભાગ હતી જેણે કહ્યું હતું કે ભારતમાં એલજીબીટીક્યુઆઈ લોકોને લગ્ન કરવાનો મૂળભૂત અધિકાર નથી.

જસ્ટિસ કોહલીએ પરિણીત મહિલાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી ન હતી અને મેડિકલ બોર્ડના ડૉક્ટરના ઈમેલ પર આધાર રાખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભ્રુણને બચવાની દરેક તક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.