Western Times News

Gujarati News

બાનીજય એશિયાનું નવું ફોર્મેટ ટેલિવિઝન શૉના કમ્પિટિટિવ રિયાલિટી શૈલીમાં હાલના ફોર્મેટને પડકારશે

બાનીજય એશિયા અને સેરાએ બ્લુ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ પર એક ભારતીયને અવકાશમાં મોકલવા માટેની સફરને દર્શાવતા નવીનતમ ફોર્મેટ શૉ માટે સહયોગ કર્યો

મુંબઈ, વિશ્વના સૌથી મોટા સ્વતંત્ર કન્ટેન્ટ પ્રોડ્યુસર બાનીજય એન્ટરટેઇનમેન્ટનો ભાગ બાનીજય એશિયાએ ભવિષ્યના બ્લૂ ઓરિજિન ન્યૂ શેફર્ડ મિશનના ક્ષેત્રે સફર કરનારા એક સામાન્ય ભારતીય નાગરિકની દેશવ્યાપી શોધને દર્શાવવા માટે એક નવીનતમ ફોર્મેટ શૉ બનાવવા માટે સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા) સાથે તેના સહયોગની જાહેરાત કરી છે.

પસંદ થયેલા લોકો વિવિધ ચેલેન્જીસમાં ભાગ લેશે જે અવકાશમાં મુસાફરી માટે તેમની હિંમત અને તૈયારીની કસોટી લેશે અને આ ફોર્મેટ ડ્રામાનિરાશા અને આનંદની ક્ષણોને ઝીલશે. આ શૉમાં આખરી વિજેતાની જે પસંદગી થશે તેને અવકાશમાં મસાફરી કરનારા પ્રથમ ભારતીય નાગરિકો પૈકીના એક બનવાની તક મળશે. Banijay Asia and SERA Collaborate on an Innovative Format Show Chronicling the Journey to Send One Indian to Space

 આ જાહેરાત અવકાશમાં મુસાફરી ન કરનારા અથવા જૂજ અવકાશયાત્રીઓ ધરાવતા દેશોના નાગરિકોને તક આપવાના હેતુથી તેમના હ્યુમન સ્પેસલાઇટ પ્રોગ્રામ માટે પાર્ટનર નેશન તરીકે ભારતના નામની સેરાએ તાજેતરમાં કરેલી જાહેરાતના પગલે કરવામાં આવી છે. સેરાનું મિશન અવકાશની શોધના રોમાંચનો અનુભવ કરવા માટે સામાન્ય નાગરિકો માટે તકો ખોલવા દ્વારા અવકાશની સફરને સુલભ બનાવવાનો છે.

 “બાનીજય ખાતે અમારું મિશન વાર્તા કહેવા માટેના નવા માર્ગો શોધવાનું રહ્યું છે. અમે એક સામાન્ય કરતાં આગળ વધે તેવા રિયાલિટી ફોર્મેટ બનાવવા માટે સેરા સાથે એક અભૂતપૂર્વ સફર શરૂ કરી રહ્યા છીએ. એક સામાન્ય ભારતીય અવકાશયાત્રીની આ સફરનું દસ્તાવેજીકરણ કરવું અને આ પ્રોગ્રામ ન કેવળ તેમના જીવનને બદલી નાખસે પરંતુ અવકાશની સફરને બૃહદ રીતે સુલભ બનાવશે તે દર્શાવવું સાચે જ એક વિશેષાધિકાર છે.

અમે અમારા પ્રેક્ષકોનું મનોરંજન કરવા અને તેમને પ્રેરિત કરવા માટે રોમાંચિત છીએ. અમે કમ્પિટિટિવ રિયાલિટી ટેલિવિઝનના વિશ્વમાં એક નવો માર્ગ કંડારીએ છીએ અને અવકાશ યાત્રામાં રસની એક નવી લહેર જગાવી રહ્યા છીએ”, એમ બાનીજય એશિયા અને એન્ડેમોલશાઇન ઈન્ડિયાના ગ્રુપ સીઈઓ અને ફાઉન્ડર દીપક ધરે જણાવ્યું હતું.

 બાનીજય એશિયા અને એન્ડેમોલશાઇન ઈન્ડિયાના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર મૃણાલિની જૈને તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “સેરા સાથેની ભાગીદારી એ સૌથી નવીનતમ ફોર્મેટમાં પ્રેરણાદાયક વાર્તાઓ શોધવા માટે બાનીજય એશિયાની ખોજનું પ્રમાણ છે. અમે અવકાશયાત્રાના ક્ષેત્ર સાથે રિયાલિટી ટેલિવિઝનના રોમાંચને ભેળવીને નવીનતમ તથા પ્રેરણાદાયી ફોર્મેટમાં અગ્રણી બનીશું. આ પસંદગી કરવાથી માંડીને અવકાશમાં પહોંચવા સુધીની સફરના દરેક ભાગને દર્શાવતું એક ગેમ-ચેન્જિંગ ફોર્મેટ હશે.”

 સેરાના કો-ફાઉન્ડર જોશુઆ સ્કર્લાએ આ સહયોગ અંગે પોતાનો રોમાંચ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “સેરાએ અવકાશની સફર સૌના માટે સુલભ બનાવવાના સિદ્ધાંત પર રચાયેલી છે. અમારું મિશન અવકાશને શોધવા માટે તમામ પૃષ્ઠભૂમિના લોકોને પ્રેરિત કરવા અને સક્ષમ બનાવવાનું છે જેથી શોધ અને સમજના એક નવા યુગને પ્રોત્સાહન આપી શકાય. બાનીજય એશિયા સાથેની આ ભાગીદારી વિવિધ પ્રકારના પ્રેક્ષકોને અવકાશ તથા વિજ્ઞાનને લગતું કન્ટેન્ટ રજૂ કરશે.

અમે આ ઐતિહાસિક સાહસને એક એવા અભિયાનમાં પરિવર્તિત કરવા માટે નવીનતમ અભિગમ અપનાવવા આતુર છીએ જે ન કેવળ લાખો લોકોને પ્રેરિત કરશે પરંતુ અવકાશની શોધના ભવિષ્ય અંગે વૈશ્વિક ચર્ચા પણ જગાવશે.”

 સેરાનો સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ બ્લૂ ઓરિજિનના રિયુઝેબલ સબઓર્બિટલ રોકેટ ન્યૂ શેફર્ડના ભવિષ્યના મિશન પર વિશ્વના નાગરિકોને છ સીટ્સ ઓફર કરશે. આ મિશન અંતર્ગત પસંદ થયેલા અવકાશયાત્રીઓને અવકાશની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદ એવી કરમાન લાઇન (100 કિમી)ની 11 મિનિટની સફર કરાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.