RSS અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે પ્રારંભ થઈ
અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની RSS અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમન્વય બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્તનના અન્ય આયામોની ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો તેમના કામની માહિતી અને અનુભવોની જાણકારી આપશે. અખિલ ભારતીય સમન્વય બેઠકમાં પૂ. સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત, મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસાબલે સહિત તમામ છ સહ-સરકાર્યવાહો અને સંઘના અન્ય અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત છે.
બેઠકના પ્રારંભમાં, પ્રતિનિધિઓને વાયનાડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલન અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા રાહત અને સેવા કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી.