Western Times News

Gujarati News

આ કારણસર ગુજરાતમાં આજથી રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ

સ્ટાઈપેન્ડ વધારવા માટે જે નિર્ણય લેવાયો હતો તેનાથી ડોક્ટરો નાખુશ

બી.જે. મેડીકલના ૧૨૦૦થી વધુ ડોક્ટરો તથા ગુજરાતના ૩૫૦૦ થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે- ઈમરજન્સી સેવા ચાલુ રહેશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત સરકારે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી જે મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો બીજી સપ્ટેમ્બરથી હડતાળ પર ઊતરશે. સરકારે સ્ટાઈપેન્ડમાં કરેલા વધારા પ્રમાણે સરકારી મેડિકલ કાલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિઝીયોથેરાપીમાં રૂ.૧૩, ૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડ વધારો કરવામાં આવ્યો છે.

ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોની ડિમાન્ડ છે કે, વર્ષ ૨૦૦૯થી સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે ૨૦ ટકા જ વધારો આપવામાં આવ્યો છે જે અપૂરતો છે. આ ઉપરાંત સ્ટાઈપેન્ડમાં હવે વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો આ કારણથી તેનો વિરોધ કરી રહ્યા છે. સોમવારે ઈમરજન્સી સેવા ચાલુ રહેશે પરંતુ બાકીની સેવાઓને અસર થશે.

જુનિયર્સ ડોક્ટર્સ એસોસિયેશન કહે છે કે સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. બી.જે. મેડીકલના ૧૨૦૦થી વધુ ડોક્ટરો તથા ગુજરાતના ૩૫૦૦ થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે. આખા રાજ્યના કુલ ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.’

રાજ્યની ૬ સરકારી અને ૧૩ ય્સ્ઈઇજી સંચાલિત મેડિકલ કાલેજના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્‌સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં શનિવારે વધારો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિઝીયોથેરાપીમાં રૂ.૧૩,૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડનો વધારો મળશે. ડિગ્રીના મેડિકલ રેસિડેન્ટ્‌સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં રૂ.૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૧,૦૫,૦૦૦, ચોથા વર્ષ (સિનિયર રેસિડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂ.૧,૧૦,૮૮૦નો લાભ મળશે.

ડોકટરોએ જણાવ્યું કે અમને સરકાર ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો છે. બી. જે. મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ તારીખ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર)થી ગાંધી ચીંધ્યા માર્ગે અમારી તમામ ફરજમાંથી અળગા રહેવા માટે મજબૂર બન્યા છીએ. તેનાથી જે અસર પડે તેના માટેની જવાબદારી સરકારની રહેશે. સ્ટાઈપેન્ડમાં થયેલા ફેરફાર અનુસાર સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડેન્ટ્‌સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૨૦,૯૬૦,

બીજા વર્ષમાં રૂ.૧,૨૬,૦૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૧,૩૪,૪૦૦ તેમજ ડેન્ટલ રેસિડન્ટ (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.૭૮,૯૬૦, બીજા વર્ષમાં રૂ.૮૧,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૮૩,૪૯૬, ફિઝિયોથેરાપીમાં પ્રથમ વર્ષમાં રૂ.૩૫,૨૮૦ અને બીજા વર્ષમાં રૂ.૪૩,૬૮૦ ચૂકવવામાં આવશે. સ્ટાઈપેન્ડમાં વૃદ્ધિના મામલે સરકાર અને ડોક્ટરો વચ્ચે મતભેદના કારણે મેડિકલ સુવિધાઓને અસર થશે તે નક્કી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.