પિતાને શોધવા દીકરો જાપાનથી અમૃતસર આવ્યો, ર૦ વર્ષ બાદ મુલાકાત થઈ
સ્કૂલમાં ફેમિલી ટ્રી બનાવવાનું એસાઈનમેન્ટ મળતા દીકરો બાપને શોધવા નીકળી પડયો
(એજન્સી)અમૃતસર, પંજાબના અમૃતસરના રહેવાસી સુખપાલસિહ અને તેમના જાપાની પુત્ર રીન તાકાહાતાની ર૦ વર્ષ બાદ મુલાકાત થઈ ર૧ વર્ષનો રીની લાંબા સમયથી તેના પીતાને મળવા માગતો હતો પરંતુ તેને તેના પિતાના નામ સિવાય કંઈ ખબર નહોતી. ઓસાકા, યુનિવસીટી ઓફ આર્ટસના સ્ટુડન્ટ રીનને કોલેજના એક એસાઈનમેન્ટ દરમ્યાન તેના પિતાને શોધવાની ઈચ્છા જાગી. Japanese Son Reunites With Indian Father After 19 Years, Watch Emotional Reunion
કોલેજમાં તેને ફેમીલી ટ્રી બનાવવાનું એસાઈનમેન્ટ મળ્યું હતું. રીનને તેની માતાના પરીવાર વિશે જાણકારી હતી પણ પીતા વિશે તે કંઈ નહોતી જાણતો. તેથી પોતાના પિતાને શોધવાની તેને ઈચ્છા થઈ. જે ઈચ્છા પુરી કરવા તે ભારત પહોંચી ગયો. તેની પાસે પિતાનું નામ એક જુનું સરનામું અને તેની માતા સાચી તાકાહાતાએ આપેલો તેના પિતાનો એક ફોટો હતો.
આટલી વિગતો સાથે તે અમૃતસર પહોચ્યો પછી ફતેહગઢ ચુડીયાં રોડ પર સ્થાનીક લોકોની મદદથી તેને તેના પિતા મળી ગયા. સુખપાલના જણાવ્યાઅનુસાર રીન તેમના ઘરે પહોચ્યા ત્યારે તેઓ ઘરે નહોતા. રક્ષાબંધન પર તેમની સાસરીમાં ગયા હતા. તેમના ભાઈઓ તેમના પર ફોન આવ્યો હતો. અને તેણે રીન વિશે જણાવ્યું હતું કે પુત્રનું નામ સાંભળીને તેઓ ચોકી ગયા અને તરત પત્ની તથા દીકરી સાથે ઘરે પહોચ્યા.
તેઓ ભાવુક થઈ ગયા હતા. અને દીકરાને ભેટી પડયા હતા. તેમના પરીવારજનોએ પણ રીનની સારી રીતે આગતાસ્વાગતા કકરી હતી અઅને તેમની દીકરીએ રીનને રાખડી પણ બાંધી હતી. સુખપાલે પહેલી પત્ની સચી સાથે ફોન પર વાત પણ કરી હતી. અને તેને જણાવ્યું કે રીન તેમની સાથે છે. તે રીનની ચિતા ન કરે. રીને કહયું કે તે ઈચ્છે છેકે તેના માતા-પિતા કમસે કમ એકવાર જરૂર મળે.
તેણે એમ પણ કહયું કે તે નિયમીતપણે અમૃતસર આવતો રહરેશે. સુખપાલ અને રીન બંનેએઅ સોશીયલ મીડીયા પર એકબીજાને શોધવા અગાઉ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ સફળતા નહોતી મળી. સુખપાલે જણાવ્યું કે, રીનની માતા સચી સાથે તેમની ર૦૦૧માં મુલાકાત થઈ હતી.