Western Times News

Gujarati News

‘ટાઈટેનિયમ હાર્ટ’ બનાવવામાં વૈજ્ઞાનિકો 10 વર્ષે સફળ થયા

જો કાર્યક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો કૃત્રિમ હૃદય ૧ર લીટર પ્રતિ મિનિટના દરે લોહીનું પમ્પિંગ કરે છે

ભારતીયોએ હૃદય સંબંધિત રોગોથી ચેતવા જેવું છે. થોડા સમય પહેલાં સર્વે હતો કે ભારતમાં બેઠાડું જીવન જીવનારા લોકોની સંખ્યા ધોરવા કરતાં બહુ મોટી છે. પરિણામે હૃદયને લગતી બીમારીઓ,

એટલે કે કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝ (સીવીડી) માટે ભારત સોફટ ટાર્ગેટ દેશ ગણાય. ર૦૧૬માં થયેલા એક અભ્યાસ મુજબ વિશ્વમાં પ્રતિ ૧,૦૦,૦૦૦ મૃત્યુએ ર૩પ મૃત્યુ હૃદયરોગને કારણે નોંધાય છે જ્યારે ભારતમાં આ રશિયો ર૭ર પ્રતિ ૧,૦૦,૦૦૦ લોકોનો છે ! અર્થાત હૃદયરોગથી મરવા બાબતે આપણે દુનિયાના મોટા ભાગના દેશો કરતાં આગળ છીએ !

તંદુરસ્ત જીવનશૈલી અપનાવી લેવી એ આદર્શ ઉપાય છે. પણ સંપૂર્ણપણે શકય નથી કેમ કે આજની ભાગદોડભરી જીંદગીમાં સ્પર્ધાત્મક વાતાવરણ વચ્ચે તબિયતના ભોગે દોડતા રહેવું પડે છે. હૃદયરોગથી બચવાનો બીજો એક ઉપાય છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અતિ જટિલ મનાય છે. ખાસ કરીને સમયપાલન બહુ મોટો રોલ ભજવે છે.

કોઈ વ્યક્તિઓ હૃદયરોગ સિવાયના કારણોસર મૃત્યુ પામે તો એનું હૃદય માત્ર ૪થી ૬ કલાક પૂરતું જ સારી કન્ડીશનમાં રહેતું હોય છે. આ દરમિયાન તમારે મૃત વ્યક્તિના શરીરમાંથી હૃદય કાઢીને બીજા દર્દીની છાતીમાં પ્લાન્ટ કરી દેવાનું હોય છે. હવે દર વખતે આટલું ઝડપી કામ થઈ જાય એ તો અશક્યવત બાબત છે. વૈજ્ઞાનિકોએ આનો પણ રસ્તો શોધી લીધો છે. એ કૃત્રિમ હૃદય.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનમાં સૌથી મોટી ચેલેન્જ પેશન્ટને જીવતો રાખવા બાબતે હોય છે. ધારો કે અમદાવાદમાં રહેતા કોઈ પેશન્ટનું હાર્ટ ધીમે ધીમે કામ કરતું બંધ થઈ ગયું હોય અને બેંગ્લોરમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવાનનું હાર્ટ આ અમદાવાદી પેશન્ટની છાતી સુધી પહોંચાડવાનું હોય તો એ આખી પ્રોસેસ માત્ર ૪-૬ કલાકમાં કઈ રીતે શકય બને !

વળી અમદાવાદમાં જે પેશન્ટ હોય એની હાલત એટલી ક્રિટિકલ હશે કે ડૉક્ટરે એને સહેજે હરવા ફરવાની પરમિશન નહીં આપી હોય ! ગ્રીન કોરીડોર બનાવવાની દોડાદોડી બાદ પણ ખાસ તબીબી પરિસ્થિતિઓને કારણે આ સમયરેખાનું પાલન લગભગ અશક્ય છે. આદર્શ પરિસ્થિતિ તો એ જ છે કે હાર્ટ પેશન્ટ સુધી કોઈ દાતાનું હૃદય ન પહોંચે ત્યાં સુધી એને કૃત્રિમ હૃદયને ભરોસે જીવાડવામાં આવે. હમણાં આ બાબત ગ્રાઉન્ડ બ્રેકિંગ (અને રેકોર્ડ બ્રેકિંગ પણ) કહેવાય એવી ઘટના બની.

માનવમાં કૃત્રિમ હૃદય ટ્રાન્સપ્લાન્ટને લઈને વિશ્વભરમાં ચાલી રહેલા સંશોધનો વચ્ચે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ટાઈટેનિયમમાંથી કૃત્રિપ હૃદય તૈયાર કર્યું છે. ટેસ્ટીંગ માટે આ કૃત્રિમ હૃદય પ૮ વર્ષના એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તબીબોના જણાવ્યા અનુસાર આ કૃત્રિમ હૃદયે આઠ દિવસ સુધી દર્દીના શરીરમાં સારી રીતે કામ કર્યું !

અર્થાત્‌ સતત આઠ દિવસ સુધી પેલો માણસ કુદરતી હૃદય વિના ટાઈટેનિયમમાંથી બનાવાયેલા કૃત્રિમ પંપના સહારે જીવતો રહ્યો ! દર્દીમાં કૃત્રિમ હૃદય ટ્રાન્સપ્લાન્ટનો આ વિશ્વનો પ્રથમ કેસ છે. એટલે એ રીતે જોતાં આ એક રેકોર્ડ બ્રેકિંગ ઘટના છે. આઠ દિવસ સુધી દર્દીના શરીરમાં સારી રીતે કામ કર્યું ! અર્થાત સતત આઠ દિવસ સુધી પેલો માણસ કુદરતી હૃદય વિના ટાઈટેનિયમમાંથી બનાવાયેલા કૃત્રિમ પંપના સહારે જીવતો રહ્યો !

દર્દીમાં કૃત્રિમ હૃદય ટ્રાન્સપ્લાન્ટનો આ વિશ્વનો પ્રથમ કેસ છે. એટલે એ રીતે જોતાં આ એક રેકોર્ડ બ્રેકિંગ ઘટના છે. આઠ દિવસ બાદ કોઈક દાતાનું હાર્ટ મળ્યું જેના આ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

હવે સમજો કે આખી વાત આ રીતે બની હશે. ડૉક્ટર્સ પાસે એક પેશન્ટ આવ્યો ત્યારે એનું હાર્ટ લગભગ બંધ થવાની અણીએ હતું. આથી ડૉક્ટર પેશન્ટની છાતીમાંથી એનું કુદરતી હાર્ટ રિમૂવ કર્યું અને એના બદલે ટાઈટેનિયમમાંથી બનેલું કૃત્રિમ હાર્ટ બેસાડી દીધું. એ પછી એકાદ અઠવાડિયામાં બીજા એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું. જેનું ડોનેટ કરાયેલું હૃદય પેલા ટાઈટેનિયમ હાર્ટ સાથે જીવતા પેશન્ટના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સાથે જ એનું ટાઈટેનિયમ હાર્ટ રિમૂવ કરાયું. કોઈ સાયન્સ ફિકશન ફિલ્મનેય ઝાંખી પાડે એવી ઘટના છે ને આ !

સાયન્સ એલર્ટ નામક જર્નલના અહેવાલ અનુસાર ટાઈટેનિયમમાંથી કૃત્રિમ હૃદય બનાવવાનું કામ યુએસ ફૂડ-ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની દેખરેખ હેઠળ ટેકસાસ હાર્ટ ઈન્સ્ટીટયુટ (ટીએચઆઈ) ખાતે મેડિકલ ડિવાઈસ બનાવનારી કંપની બિવાકરે કર્યું હતું. ટીએચઆઈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સમગ્ર વિશ્વમાં હૃદય દાતા સરળતાથી મળતા નથી. કૃત્રિમ હૃદય પર હજુ વધુ પરીક્ષણો કરવાના બાકી છે. જો તે પરીક્ષણો પાસ કરે છે તો તે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવી ક્રાંતિ તરફ દોરી શકે છે.

જો કાર્યક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો કૃત્રિમ હૃદય ૧ર લીટર પ્રતિ મિનિટના દરે લોહીનું પÂમ્પંગ કરે છે. આ ઉપકરણમાં માત્ર રોજર જેવી રચના હોય છે. આ મેગ્નેટિક રોવર દ્વારા દર્દીના શરીરમાં કુદરતી માનવ હૃદયની જેમ જ બ્લડ પÂમ્પંગ પ્રોસેસ થાય છે.

ટાઈટેનિયમ હાર્ટને પાવર આપવા તેમજ એનું નિયમન કરવા માટે દર્દીના પેટ પર એક નાનું રેગ્યુલેટર મૂકવામાં આવે છે. આ રેગ્યુલેટર કૃત્રિમ હૃદયની બહાર રહીને અને નિયંત્રિત કરે છે. વૈજ્ઞાનિકો ૧૦ વર્ષથી ટાઈટેનિયમ હાર્ટ બનાવવામાં વ્યસ્ત હતા. તેમણે પ્રાણીઓ પર ઘણી ડિઝાઈન બનાવી અને તેનો અભ્યાસ કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.