કોલકાતાની ઘટનાનો વિરોધ કરી રહેલી યુવતીઓની છેડતી
નવી દિલ્હી, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં રવિવારે થયેલી ઘટનાના વિરોધ દરમિયાન એક યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે.
વિરોધ કરી રહેલી એક યુવતીની એક વ્યક્તિ દ્વારા કથિત રીતે છેડતી કરવામાં આવી હતી. આ ઘટના મધ્ય કોલકાતાના એસ્પ્લેનેડ ક્રોસિંગ પાસે બની હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી વ્યક્તિ સ્થળ પરથી ભાગી જતો જોવા મળ્યો હતો. કોલકાતા પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.’
અમરા તિલોત્તોમા’ નામની સંસ્થાએ કોલકાતામાં કોલેજ સ્ક્વેરથી એસ્પ્લેનેડ ક્રોસિંગ સુધી આરજી કાર હોસ્પિટલની ઘટના સામે વિરોધ માર્ચનું આયોજન કર્યું હતું.
એવો આરોપ છે કે રેલી પછી જ્યારે તમામ પ્રદર્શનકારીઓ એકઠા થયા ત્યારે અચાનક એક વ્યક્તિએ કથિત રીતે વિરોધ કરી રહેલી યુવતીને તેના પ્રાઈવેટ પાટ્ર્સ બતાવ્યા. તેને આવું કરતા જોઈને કેટલાક દેખાવકારોએ તેને રંગે હાથે પકડી લીધો અને નજીકમાં તૈનાત પોલીસ કર્મચારીઓને બોલાવ્યા.
આરોપ છે કે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરી દીધો અને તેને જવા દીધો.આ પછી દેખાવકારોએ પોલીસ સામે આંદોલન શરૂ કર્યું. તેઓએ ડીસીપી (સેન્ટ્રલ કોલકાતા)ના કાર્યાલયની બહાર દેખાવો શરૂ કર્યા, આરોપીઓ અને પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગણી કરી.
પીડિત યુવતીએ કથિત ઘટના સામે લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૭૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોલકાતા પોલીસ સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.SS1MS