ગુરુગ્રામઃ કાર ઝાડ સાથે અથડાતાં બે લોકોનાં મોત, ત્રણ ઘાયલ
નવી દિલ્હી, હરિયાણાના ગુરુગ્રામમાં ફરી એકવાર ઝડપનો કહેર જોવા મળ્યો છે. હાઇસ્પીડ કાર કાબુ બહાર જઇને ઝાડ સાથે અથડાઇ હતી, જેમાં એક છોકરી અને એક છોકરાનું મોત થયું હતું.
આ અકસ્માતમાં ત્રણ યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. બધા મિત્રો હતા અને બીજા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન અકસ્માત થયો હતો.
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં ઝડપનો કહેર જોવા મળ્યો છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, રવિવારે વહેલી સવારે એક કાર કાબૂ બહાર જઈને ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે બે વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે તેમના ત્રણ મિત્રો ઘાયલ થયા હતા.ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ કાર અકસ્માત અંગે સેક્ટર ૪૦ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર પાંચેય વિદ્યાર્થીઓ અલગ-અલગ સંસ્થાઓમાં અભ્યાસ કરતા હતા.
મૃતકોની ઓળખ ઈશાન (૨૩) અને ભવ્ય (૨૨) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ઈશાન નોર્થકેપ યુનિવર્સિટી, ગુરુગ્રામમાં બીબીએનો વિદ્યાર્થી હતો, જ્યારે ભવ્ય મુંબઈથી કાયદાનો અભ્યાસ કરી રહ્યો હતો.ઈજાગ્રસ્ત પૈકીની એક હિમાંશી અનેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે તેના મિત્રો ઈશાન, ભવ્ય માથુર, વાણી રસવંત અને આભા મહેરા સાથે સેક્ટર ૭૦માં અન્ય મિત્રના ઘરેથી પરત ફરી રહી હતી.
તપાસ અધિકારી સબ-ઇન્સ્પેક્ટર રોહતાસે કહ્યું, ‘ત્રણ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે બે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.’તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગુરુગ્રામના વાટિકા ચોક ખાતે એક રોડ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.
મૃતકની ઓળખ સરોજ તરીકે થઈ હતી, જે મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં સેનિટેશન વર્કર તરીકે કામ કરતી હતી. કારે રોડ સાફ કરી રહેલી મહિલાને ટક્કર મારી હતી.SS1MS