Western Times News

Gujarati News

બાયડના શિવાલયો રંગોળીથી શણગારવામાં આવ્યા

(પ્રતિનિધિ) બાયડ, શ્રાવણ માસનો પ્રારંભ થયો ત્યારથી સમગ્ર બાયડ પંથકમાં ભક્તિનો માહોલ છવાયો છે જ્યારે આજે શ્રાવણ ના છેલ્લા સોમવારે અને છેલ્લા દિવસે પંથકના પ્રખ્યાત ઋણ મુકેશ્વર મહાદેવ ધારેશ્વર મહાદેવ, વૈધનાથ મહાદેવ ,સોમનાથ મહાદેવ સહિતના શિવાલયો શિવ ભક્તો ભાવિકોના ભીડથી ઉભરાયા હતા

યોગા નું યોગ આજે છેલ્લો સોમવાર અને અમાસ પણ હોવાથી બહેનો એ પણ પીપળે પૂજન કરી ૧૦૮ વખત પીપળાની પ્રદક્ષિણા કરી હતી અને તમામ શિવાલયો ‘ઓમ નમઃ શિવાય ’અને ‘હર હર મહાદેવ’ના નાદ થી ગુંજી ઉઠ્‌યા હતા ભોળાનાથના ભક્તો બિલ્વપત્ર ,જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃતભિષેક અર્પણ કરી મનોકામના પૂર્ણ થવાની કામના કરતા નજરે પડ્‌યા હતા

ભોળાનાથ શિવ સંસારના ત્રિવિધ પાપોથી મુક્તિ આપનારો દેવ છે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિ આરાધના નું વિશેષ મહત્વ હોય છે આજે સોમવારે ઋણ મુક્તેશ્વર મહાદેવને રંગોળી કરી શણગારવામાં આવ્યું હતું અને ભક્તજનો મંદિરે ઉમટી દેવદર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.