Western Times News

Gujarati News

મંકીપોકસથી 600નાં મૃત્યુ: યુનિસેફે વેકિસન બનાવવા ટેન્ડર બહાર પાડયું

(એજન્સી)નવીદિલ્હી, દુનિયામાં મંકીપોકસ વાઈરસના કેસ ઝડપભેર વધી રહયા છે. આ વાઈરસે પાકિસ્તાન સુધી દેખા દીધી છે. કોગોમાં મંકીપોકોસની ૬૦૦ લોકોના જીવ ગુમાવ્યા છે. તેથી યુનિસેફની ચિતા વધી રહી છે.

એક અહેવાલ અનુસાર ઝડપભેર બગડી રહેલી સ્થિતી પર નિયંત્રણ મેળવવા માટે યુનિસફે શનીવારે મંકીપોકસની રસી માટે ઈમરજન્સી ટેન્ડર બહાર પાડયાં છે.

જેથી વાઈરસથી અસરગ્રસ્ત દેશને સત્વરે મદદ કરી શકે. બીજી તરફ ભારતે પણ મંકીપોકસ વાઈરસનો સામનો કરવાની તૈયારીઓ કરી લીધી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એમપોકસ ૧૮ હજાર કરતાં વધારે સંદીગ્ધ કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૬ર૯ના મૃત્યુ થયાં છે.

યુનિસેફે વિશ્વ આરોગ્ય સંસ્થા ગાવી વેકિસન ગઠબંધન અને આફ્રીકા સીડીસી રોગ નિયંત્રણ અને અટકાયતી કેનદ્ર સાથે એક સંયુકત નિવેદનમાં કહયું કે ઈમરજન્સી ટેન્ડર બહાર પાડવામાં ઉદેશ માર્કેટમાં ઉપલબ્ધ એમપોકસ રસીને તાત્કાલીક જરૂરીયાત ધરાવતા લોકો સુધી પહોચાડવા સાથે જ વેકિસનન ઉત્પ્દકોને વધારવા પર ભાર મુકવાનો છે.

નિર્માતાઓની ઉત્પાદનક્ષમતા અને ફડીગના આધારે ર૦રપ સુધીમાં ૧ર મીલીયન સુધીના ડોઝના કરાર કરી રહયા છે. ઈમરજન્સી ટેન્ડરમાં યુનિસેફે વેકસીન નિર્માતાઓની સાથે જ કોન્ટ્રાકટ હેઠળ વેકિસન ઉપલબ્ધ કરાવાવની યોજના બનાવી છે. તેનાથી યુનિસેફ વિના વિલુબ વેકસીન ખરીદી શકશે અને જરૂરીયાતવાળા લોકો સુધી પહોચાડી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.