Western Times News

Gujarati News

કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ

સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે, આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે 

મુંબઈ,  કેનેડામાં જાણીતા પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રખ્યાત પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ઝડપી ફાયરિંગની ઘટના સામે આવી છે.

સિંગરનું કેનેડાના વાનકુવર વિક્ટોરિયા આઇલેન્ડમાં ઘર છે. આ બનાવથી સનસનાટી ફેલાઈ ગઈ છે. ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. ફાયરિંગ કરનારાઓની હજુ સુધી ઓળખ થઈ નથી.

જોકે, ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે લીધી છે.કેનેડામાં બનેલી આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રખ્યાત ગાયક એપી ધિલ્લોનના બંગલામાં ફાયરિંગ થયું છે. આ સિવાય કેનેડામાં અન્ય સ્થળે પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે ૧ સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે જગ્યાએ ફાયરિંગ કર્યું હતું.પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તમે જે અંડરવર્લ્ડ લાઈફની નકલ કરો છો તે વાસ્તવમાં આપણે જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો, નહીં તો તમને મારી નાખવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓએ આ પોસ્ટ અને ફાયરિંગના તથ્યોની તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ ગોલ્ડી-લોરેન્સ ગેંગે થોડા મહિના પહેલા વિદેશમાં ગિપ્પી ગ્રેવાલના ઘરે ગોળીબાર કર્યાે હતો. કેનેડિયન પોલીસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.આ વર્ષે ૧૪ એપ્રિલે સવારે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું.

આ સનસનીખેજ ઘટનાને મોટર સાયકલ સવાર બે લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાના બે દિવસ પછી એટલે કે ૧૬ એપ્રિલે ગુજરાતમાંથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. આની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.