આ રાજ્યના ડેપ્યુટી CM અને સુપર સ્ટારે ત્રીજા લગ્ન રશિયન સાથે કર્યા હતા
પવન દિગ્ગજ એક્ટર ચિરંજીવી અને અભિનેતા નિર્માતા નાગેન્દ્ર બાબૂના સૌથી નાના ભાઈ છે
મુંબઈ, આ સુપરસ્ટારે કેટલીય બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. આ સુપરસ્ટાર બોબી દેઓલ સાથે ૧૫૦ કરોડમાં બનેલી ફિલ્મ હરિ હરા વીરા મલ્લુમાં લીડ રોલમાં દેખાશે. આ સુપરસ્ટારના પહેલા લગ્ન ૧૯૯૯માં બીજા લગ્ન ૨૦૦૯ અને ત્રીજા લગ્ન ૨૦૧૩માં થયા હતા. એટલું જ નહીં આ વર્ષે સુપરસ્ટારે ભારે જીત પણ મેળવી અને આ રાજ્યના ડેપ્યુટી સીએમ પણ બની ગયા છે. આ સુપરસ્ટારનું નામ પવન કલ્યાણ છે. પવન આજે ૫૬ વર્ષના થઈ ગયા છે. આજે તેમને જન્મદિવસ છે.
પવન દિગ્ગજ એક્ટર ચિરંજીવી અને અભિનેતા નિર્માતા નાગેન્દ્ર બાબૂના સૌથી નાના ભાઈ છે. તે રામચરણ, અલ્લૂ અર્જૂન અને સાઈ ધર્મ તેજ, વરુણ તેજ, નિહારિકા અને વૈષ્ણવ તેજના કાકા પણ છે. પવન કલ્યાણે વર્ષ ૧૯૯૭માં નંદિની સાથે લગ્ન કર્યા હતા, પણ ૧૯૯૯માં બંને અલગ થઈ ગયા. ૨૦૦૮માં તેમના છુટાછેડા થઈ ગયા. પવન કલ્યાણે બીજા લગ્ન ફિલ્મ બદ્રીની લીડ એક્ટ્રેસ રેણુ દેસાઈ સાથે કર્યા.
રેણુ અને પવને કેટલાય વર્ષાે સુધી ડેટિંગ કર્યું અને ૨૦૦૯માં લગ્ન કરી લીધા.પવન કલ્યાણ અને રેણુ દેસાઈના ૨૦૧૨માં છુટાછેડા ઈ ગયા. ત્યાર બાદ પવન કલ્યાણે રશિયન એક્ટ્રેસ અન્ના લેજનેવા સાથે ૨૦૧૩માં લગ્ન કર્યા. લગ્ન પહેલા બંને એક બીજાને ૨ વર્ષ સુધી ડેટ કર્યું.અન્ના લેઝનેવા અને પવન કલ્યાણની મુલાકાત ૨૦૧૧માં એક રોમેન્ટિક કોમેડી તીન મારના શૂટિંગ દરમ્યાન થઈ હતી.
આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમને એક દીકરી પોલેના અંજના પવનોવા અને એક દીકરો માર્ક શંકર પવનોવિચ છે. તો વળી ફિલ્મોની સાથે સાથે પવન કલ્યાણે પોલિટિક્સમાં પણ હાથ અજમાવ્યો.
તેણે વર્ષ ૨૦૦૮માં મોટા ભાઈ ચિરંજીવી સાથે મળીને પ્રજા રાજ્યમ પાર્ટી બનાવી. ૨૦૦૯માં ચૂંટણીમાં પાર્ટી કંઈ ખાસ કરી શકી નહીં. ૨૦૧૧માં કોંગ્રેસ સાથે તે મળી ગઈ. પવન ખુદ પાર્ટીથી દૂર થઈ ગયા. પણ આંધ્ર પ્રદેશના રાજકારણમાં રસ લેતા રહ્યા.