Western Times News

Gujarati News

PPF એકાઉન્ટ્‌સના વિસ્તરણ માટે નવી માર્ગદર્શિકા જાહેર

(એજન્સી)નવીદિલ્હી, પીપીએફ, એસએસવાય અને એનએસએસ જેવી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સરકાર આ યોજનાઓ સાથે સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે.

જે આગામી ૧ ઓક્ટોબરથી લાગુ થશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નાણા મંત્રાલય દ્વારા નાની બચત ખાતાઓ અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે, જો કોઈ ખાતું અનિયમિત જણાય તો તેને નાણા મંત્રાલય દ્વારા જરૂરી નિયમિત કરવા માટે મોકલવામાં આવશે.

માર્ગદર્શિકા હેઠળ, વિભાગે જે નવા નિયમો જાહેર કર્યા છે, તે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે. ડીજીના આદેશ (૨ એપ્રિલ, ૧૯૯૦) પહેલા ખોલવામાં આવેલા બે એનએસએસ-૮૭ ખાતાઓ માટે નવા નિયમો હેઠળ પહેલા ખોલાયેલા ખાતા પર, પ્રવર્તમાન સ્કીમ રેટ લાગુ થશે, જ્યારે બીજા ખાતા પર, પ્રવર્તમાન પીઓએસએ દરની સાથે બાકી બેલેન્સ પર ૨૦૦ બીપીએસ દર લાગુ થશે.

આ બંને ખાતામાં જમા રકમ વાર્ષિક મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. જો વધારે ડિપોઝીટ કરવામાં આવે તો તે વ્યાજ વગર પરત કરવામાં આવશે. ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.

સગીરના નામે ખોલવામાં આવેલા પીપીએફ ખાતાઓ માટે ઃ આવા અનિયમિત ખાતાઓ માટે પીઓએસએ વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે, જ્યાં સુધી વ્યક્તિ (સગીર) ખાતું ખોલવા માટે લાયક ન બને. જ્યારે વ્યક્તિ ૧૮ વર્ષની થાય ત્યારે લાગુ વ્યાજ દર ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્તતાની ઉમર પ્રાપ્ત કરે છે અને ખાતું ખોલવા માટે પાત્ર બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.