શાહપુર યુવક મંડળ દ્વારા ૩ર મો છાત્ર-શિક્ષક સન્માન સમારંભ યોજાશે
૪૬૦ છાત્રોનું સન્માન કરાશે ૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરાશે
અમદાવાદ, શાહપુર યુવક મંડળ દ્વારા ૮ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ૩રમો છાત્ર-શિક્ષક સન્માન, સમારંભ, પ્રતિભા સન્માન સમારંભ ગુજરાત વિશ્વવિધાલય (યુનિવર્સીટી)ના પૂર્વ ઉપકુલપતિ તેમજ સ્કૂલ બોર્ડ અમદાવાદના પૂર્વ ચેરમેન ડો.જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં તેમજ દરિયાપુરના સેવાભાવી ધારાસભ્ય શ્રી કૌશિક જૈનની ઉપસ્થિતિમાં ભાવસાસર હોલ હોલ, શાહપુર ખાતે સવારે ૯.૦૦ કલાકે યોજાશે.
છાત્ર-શિક્ષક સન્માન સમારંભમાં કે.જી.થી ધો.૧ર નાં સમગ્ર શાહપુર વિસ્તારમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર ૪ર છાત્ર-છાત્રાઓનું વિશેષ સન્માન શિલ્ડ આપી કરાશે. ૪૧૮ જેટલા બાળકોને કે જેમને ૬૦ ટકાથી વધારે ગુણ મેળવ્યા હોય તેમને શિક્ષણમાં ઉપયોગી સામગ્રી આશ્વાસન ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.
છાત્ર-શિક્ષક સન્માન સમારંભની વિગતોમાં શ્રી રાજેશ શુકલએ જણાવ્યું હહતુ કે સમારંભમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન શ્રી ભરતભાઈ ભગત,પત્રકાર શ્રી રમેશભાઈ રાઠોડ, શ્રી જનકભાઈ ખાંડવાલા, શ્રી બટુકભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલ ભાવસાર, શિલ્ડના દાતાશ્રી મુકેશ પંચાલ, સામાજીક કાર્યકર શ્રી પ્રવિણભાઈ મીસ્ત્રી, તથા શ્રી અશોકભાઈ શાહ, ડો.અશ્વિનભાઈ ભાવસાર સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સૌ ભણે સૌ આગળ વધે કોટ વિસ્તારનું નામ રોશન કરે ના સંદેશ સાથે લાગલગાટ ડો.જગદીશભાઈ ભાવસારના વડપણ હેઠળ ૩ર વર્ષથી ચાલી રહેલી શિક્ષણ વિસ્તરણની આ પરંપરાના કાર્યક્રમમાં આર.આર.શાહ. એચ.આર. શાહ વકીલ અને નોટરી શિક્ષક કૃપાબેન ભાવસાર બીજલ કીમીર ભાવસાર, ઈતિહાસ વિદ્ શ્રી પ્રમોદભાઈ શાહ, સત્યમ જાદુગર, શ્રી ગોપાલ સીધ્ધપરા સહિતના મહાનુભાવોને સન્માનવામાં આવશે.
૩રમાં છાત્ર-શિક્ષક સન્માન સમારંભને સફળ બનાવવા શ્રી અલ્પેશ શાહ, શ્રી બુધાભાઈ ભાવસાર, શ્રી દિનેશ ભાવસાર, શ્રી ભરત પ્રજાપતિ, શ્રી નીલેશ ભાવસાર, શ્રી રાજેશ ભાવસાર, શ્રી કલ્પેશ જોષી,શ્રી શૈલેષ ભાવસાર, શ્રી ભદ્રેશ ત્રિવેદી, શ્રી આશીષ ભાવસાર, ડો.જીગર રાવલ સહિતના કાર્યકરો સક્રિયતાથી જોડાયા છે.