Western Times News

Gujarati News

50 અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ કંપનીઓ બ્લેકલિસ્ટેડ: સ્પામ કોલ્સ વિરુદ્ધ સપાટો

૨.૫ લાખ ફોન કનેક્શન કપાયા

(એજન્સી)નવી દિલ્હી, સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારે સ્પામ કાલ દ્વારા ગરબડ કરનારા મોબાઈલ કનેક્શનને તાત્કાલિક અસરથી બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ્‌ઇછૈંને વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૭.૯ લાખ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ફ્રોડ કાલ્સ અને કૌભાંડો સંબંધિત હતી. આમાંના મોટાભાગના મોબાઈલ કોલ અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ માટે હતા.

કડક પગલાં લેતા ્‌ઇછૈં ૨.૫ લાખ મોબાઈલ કનેક્શન્સ અને ૫૦ એવી એન્ટિટીને ૨ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી છે, જેઓ દેશમાં ફ્રોડ કાલ્સ અને મેસેજને પ્રોત્સાહન આપતા હતા. ્‌ઇછૈં દ્વારા એક જાહેરખબર જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે

સરકારે ટેલિકોમ રિસોર્સના દુરુપયોગ અને ફ્રોડ મેસેજ અને કાલ્સ કરવા સાથે સંકળાયેલી લગભગ ૫૦ સંસ્થાઓને બંધ કરી દીધી છે તેમજ ૨.૭૫ લાખ મોબાઈલ કનેક્શન સ્વીચ આૅફ કરવામાં આવ્યા છે.  દ્વારા ૩ સપ્ટેમ્બરના રોજ એક નિવેદન જારી કરીને આ બાબતની માહિતી આપવામાં આવી છે.

૧૩ ઓગસ્ટના રોજ કડક સૂચના આપી હતી કે ટેલિકોમ ઓપરેટરોએ તાત્કાલિક અસરથી પ્રમોશનલ કોલ અને મેસેજ બંધ કરવા પડશે. જેમાં, એક્સેસ પ્રોવાઈડરને જીંઁ, ઁઇૈં અથવા અન્ય ટેલિકોમ્યુનિકેશન રિસોર્સનો ઉપયોગ કરીને અનરજિસ્ટર્ડ મેસેજ અને ટેલિમાર્કેટિંગ પ્રમોશનલ વાઇસ કાલ્સને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનારા અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

ટ્રાઈના નિવેદન મુજબ, જો ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેને બંધ કરવામાં આવશે અને તમામ ટેલિકોમ રિસોર્સને બે વર્ષ સુધી બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ટ્રાઈને આશા છે કે, આવી કડક કાર્યવાહીથી સ્પામ કોલ ઓછા થશે તેમજ આનાથી મોબાઈલ યુઝર્સને મોટી રાહત મળશે. જો તમને કોઈ અજાણ્યા સોર્સથી મેસેજ મળે છે, તો તેને અવગણો. આને ચકાસવા માટે, તમે ટેલિકોમ કંપનીના સત્તાવાર કોલ સેન્ટર અથવા ગ્રાહક સંભાળ કેન્દ્ર પર કાલ કરી શકો છો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.