Western Times News

Gujarati News

કોંગોમાં જેલ તોડવાના પ્રયાસને પગલે ફાયરિંગઃ નાસભાગમાં ૧૨૯નાં મોત

કિન્શાસા, કોંગોની મુખ્ય જેલને તોડવાના પ્રયાસમાં ૧૨૯ લોકોના મૃત્યુ થયા છે. સત્તાવાળાએ મંગળવારે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા લોકોમાં ગોળીબાર અને નાસભાગમાં માર્યા ગયેલા લોકોનો સમાવેશ થાય છે.

કોંગોના આંતરિક મંત્રી જેકમિન શબાનીએ એક્સપર જણાવ્યું હતું કે, “કેદીઓએ સોમવારે રાજધાની કિન્શાસાની ‘મકાલા સેન્ટ્રલ જેલ’માંથી ભાગવાનો પ્રયાસ કર્યાે ત્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા કરાયેલા ગોળીબારમાં ૨૪ કેદીઓના મોત થયા હોવાનો પ્રારંભિક અંદાજ છે.

ઉપરાંત, સરકારે ૫૯ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. મહિલાઓના બળાત્કારના પણ કેસ નોંધાયા હતા.” તેમણે કહ્યું હતું કે, “હવે જેલમાં સ્થિતિ પૂર્વવત્ બની છે. જેલ તોડવાના પ્રયાસમાં તેનો અમુક ભાગ બળી ગયો છે.” મંત્રીએ બળાત્કારના બનાવો અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.

જેલમાં પુરુષ અને મહિલા કેદીઓ રાખવામાં આવે છે. મૃત્યુ પામેલા તમામ ૧૨૯ લોકો કેદી હતા તેની માહિતી હજુ મળી નથી. જેલ તોડવાની ઘટના અંગે ખાસ વિગત નહીં હોવાથી નાસભાગ કેવી રીતે થઈ તેની જાણકારી પણ સ્પષ્ટ થઈ શકી નથી.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે તાજેતરમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે, મકાલા કોંગોની સૌથી મોટી જેલ છે. જેની ક્ષમતા ૧,૫૦૦ લોકોની છે, પણ તેમાં ૧૨,૦૦૦ લોકો રહે છે. અગાઉ પણ મકાલામાં જેલ તોડવાના બનાવ બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.