બોડકદેવના વિવેકાનંદ તળાવનું રૂ.1.12 કરોડના ખર્ચથી રીનોવેશન કરવામાં આવશે.
( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જેમ ઔડા ઘ્વારા પણ તળાવ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ઔડાએ ડેવલપ કરેલા તળાવનો વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયા બાદ તેની જાળવણી ની જવાબદારી પણ કોર્પોરેશનના શિરે રહે છે.
ઔડા દ્વારા વસ્ત્રાપુર અને વિવેકાનંદ તળાવ ડેવલપ કરવામાં આવ્યા હતા. જે પૈકી વસ્ત્રાપુર તળાવનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. જયારે વિવેકાનંદ તળાવમાં પણ ડેમેજ થયું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા તેનું રીનોવેશન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ઔડા દ્વારા વર્ષો પહેલા વિવેકાનંદ તળાવ ડેવલપ કરવામાં આવેલ છે. સદર વિવેકાનંદ તળાવ અને ગાર્ડન એ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારનું આકર્ષણનું કેન્દ્ર છે જેથી વધારે સંખ્યામાં લોકો ફરવા માટે આવતા જતા હોય છે.
સદર તળાવ જુનું થવાના કારણે ઘણી બધી જગ્યાઓએ નુકશાન થયેલ છે, જેમાં મુખ્યત્વે નીચે જણાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળેલ છે. વિવેકાનંદ તળાવની અંદર આવેલ વોક વે ની ફરતે તળાવના નીચેના સાઈડ સ્લોપના સ્ટોન પીયીંગમાં ધોવાણ થયેલ છે. તેમજ ટો વોલ પણ ડેમેઝ થયેલ છે
વિવેકાનંદ તળાવની અંદર વોક-વે ની ફરતે આવેલ ચેઇન-લીંક ફેન્સીંગ તૂટી ગયેલ છે. વિવેકાનંદ તળાવને અંદર વોક-વે માં પેવર બ્લોક બેસી ગયેલ છે. તથા બહારના ભાગમાં નવી ફુટપાથ કરવાની થાય છે.
વિવેકાનંદ તળાવ ની ફરતે આવેલ કમ્પાઉન્ડ વોલ જુદી જુદી જગ્યાએ તુટી ગયેલ છે. આમ, ઉપરની પરિસ્થિતી જોતા વિવેકાનંદ તળાવની અંદર જરૂરીયાત મુજબનું રીપેરીંગ કામ જેમ કે સ્ટોન પીચીંગ તેમજ ટો વોલ રીપેરીંગ વર્ક, બહારની કમ્પાઉન્ડ વોલ, જુની ચેઈન લીંક ફેન્સીંગ દુર કરીને નવી ગ્રીલ તથા અન્યવ સિવિલ વર્ક રીપેરીંગ કરવાના કામ નો રૂા.૧.૧૨ કરોડના ના ખર્ચે થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.