“બેતાલા”માંથી મુક્તિ આપે તેવા આઈડ્રોપ ભારતમાં શોધાયા
(એજન્સી)મુંબઈ, મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીએ એક નવો આઈ ડ્રોપ બનાવ્યો છે. જેનાથી હવે માત્ર આઈડ્રોપ નાખીને જ ચશ્માના નંબર હટી જશે. એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સે પ્રેસવી નામના આંખના ટીપાં જાહેર કર્યા છે. આ ટિપા પ્રેસ્બાયોપિયાની એટલે કે બેતાલાના દર્દીઓના સારવાર માટે તેનો ઉપયોગ થશે છે.
પ્રેસ્બાયોપિયા એ બેતાલાની સમસ્યા છે જે ઉંમર સાથે થાય છે. આમાં, નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. ભારતમાં લગભગ ૧.૦૯ અબજથી ૧.૮૦ અબજ લોકો આ સમસ્યાથી પીડાય છે. ત્યારે હવે બેતાલા માત્ર આઈડ્રોપથી ઠીક કરી શકાશે. પ્રેસવી આઇ ડ્રોપને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની નિષ્ણાત સમિતિએ તેની ભલામણ કરી હતી. કંપનીનો દાવો છે કે ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ આંખનો ડ્રોપ છે જે પ્રેÂસ્બયોપિયાની સારવાર માટે બનાવવામાં આવ્યો છે. આ ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે જેઓ ચશ્મા પહેરવા માંગતા નથી. પ્રેસવી આંખના ટીપાંમાં ખાસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કંપનીનું કહેવું છે કે તેનો ઉપયોગ ન માત્ર ચશ્માથી છુટકારો મેળવવામાં મદદ કરશે પરંતુ આંખોમાં ભેજ પણ જાળવી રાખશે. તેનાથી આંખોને આરામ મળશે. ડોકટર ધનંજય બખલે કહે છે કે પ્રેસવીઆઇ ડ્રોપ એ આંખની સારવારના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ છે. તેમનું કહેવું છે કે આ આંખનો ડ્રોપ પ્રેસ્બાયોપિયાથી પીડિત લાખો લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તે કોઈપણ સર્જરી વગર આંખોની રોશની સુધારે છે.